અમદાવાદ મહાનગરપાલિકા ભરતીઃ ધો.10 પાસ ઉમેદવારો માટે અમદાવાદમાં તગડા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક

AMC recruitment 2024 : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટરની કુલ 20 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Written by Ankit Patel
November 30, 2024 10:29 IST
અમદાવાદ મહાનગરપાલિકા ભરતીઃ ધો.10 પાસ ઉમેદવારો માટે અમદાવાદમાં તગડા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી photo - Social media

AMC Recruitment 2024, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવાર માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટરની કુલ 20 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેવારોએ આ લેખ છેલ્લે સુધી વાંચવો.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની અગત્યની માહિતી

સંસ્થાઅમદાવાદ મહાનગરપાલિકા ભરતી ( AMC)
પોસ્ટસહાયક લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર
વિભાગસી.એન.સી.ડી.
જગ્યા20
વયમર્યાદા33 વર્ષથી વધારે નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ5-12-2024
ક્યાં અરજી કરવી?https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX?_HIDE&ID=1

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિનઅનામત9
આ.ન.વ.2
સા.શૈ.પ.વ.5
અનુ.જાતિ1
અન.જનજાતિ3
કુલ20

શૈક્ષણિક લાયકાત

અરજી કરનાર ઉમેદવાર એક વિષય તરીકે અંગ્રેજી સાથે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. અથવા વેટેનરી સાયન્સ અને પશુપાલનમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા પાસ કરેલો હોવો જોઈએ. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

  • ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી
  • સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી કોર્ષ કરેલો હોવો જોઈએ

પગાર ધોરણ

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પાસ થયેલા ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ માટે 26,000 રૂપિયા ફીક્સ વેતન મળશે. ત્યારબાદ મુલ્યાંકનના ધ્યાને લઈને લેવલ-4 પે મેટ્રીક્સ ₹25,500-₹81,1000ની ગ્રેડમાં બેઝીક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાંનો સમાવેશ થાય છે.

વય મર્યાદા

આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય.

અરજી ફી

અરજી કરનાર ઉમેદવારોને અરજી ફી તરીકે 500 રૂપિયા ચૂકવવા પડશે જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને 250 રૂપિયા ફી ચૂકવવી પડશે.

અરજી કેવી રીતે કરવી

  • ભરતી માટે અરજી કરવા ઉમેદવારએ અમદાવાદ મહાનગરપાલિકાની વેબસાઈ https://amcmodules.ahmedabadcity.gov.in/ ઉપર જવું
  • જ્યાં રિક્યૂટમેન્ટનો ઓપ્શન હશે તેના ઉપર ક્લીક કરવું
  • અહીં વિવિધ ભરતી વિશે માહિતી આપેલી હશે
  • જેમાં લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટરની સામે એપ્લાય નાઉ બટન પર ક્લિક કરવું
  • ત્યારબાદ ફોર્મ ખુલશે અને માંગેલી માહિતી ભરવી
  • ફી ચૂકવણી કર્યા બાદ ફોર્મ સબમીટ કરવું અને પ્રીન્ટ કાઢી લેવી

આ પણ વાંચોઃ- MBBS Abroad: વિદેશમાં MBBS કરવાનું સપનું છે? તો પહેલા આ નિયમ જાણી લો, નહીં તો ભારતમાં નહીં કરી શકો પ્રેક્ટિસ

નોટીફિકેશન

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

ઉમેદવારોને સૂચન છે કે અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ