અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદમાં તગડા પગારવાળી નોકરી મેળવવાની જોરદાત તક, વાંચો સંપૂર્ણ માહિતી

AMC Recruitment 2024 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ ખાતા માટે ફૂડ સેફ્ટી અધિકારીની કુલ 43 જગ્યાઓ બહાર પાડી છે. આ માટે સંસ્થાએ નોટિફિકેશન બહાર પાડીને રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.

Written by Ankit Patel
October 17, 2024 14:31 IST
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદમાં તગડા પગારવાળી નોકરી મેળવવાની જોરદાત તક, વાંચો સંપૂર્ણ માહિતી
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી, ફૂડ સેફ્ટી અધિકારી - photo - Social media

AMC Recruitment 2024, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ તગડા પગારવાળી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ ખાતા માટે ફૂડ સેફ્ટી અધિકારીની કુલ 43 જગ્યાઓ બહાર પાડી છે. આ માટે સંસ્થાએ નોટિફિકેશન બહાર પાડીને રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, અનુભવ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર ચોક્કસ વાંચવા.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની મહત્વની વિગતો

સંસ્થાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
પોસ્ટફૂડ સેફ્ટી ઓફિસર
જગ્યા43
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી ફી₹250
અરજી કરવાની છેલ્લી તારીખ6 નવેમ્બર 2024
ક્યાં અરજી કરવીhttps://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX?_HIDE&ID=1

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિનઅનામત19
આ.ન.વ4
સા.શૈ.પ.વ.11
અનુ.જાતિ3
અનુ.જન.જાતિ6

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

  • શૈક્ષણિક લાયકાત – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરશન દ્વારા બહાર પાડવામાં આવેલી ફૂડ સેફ્ટી અધિકારીની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારે ફૂડ ટેક્નોલોજી અથવા ડેરી ટેક્નોલોજી અથવા બાયો ટેક્નોલોજી અથવા એગ્રીકલ્ચર સાયન્સ અથવા વેટેનરી સાયન્સ અથવા બાયો કેમિસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજીમાં બેચલર ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ.

  • અનુભવ – ઉમેદવારને સંલગ્ન ક્ષેત્રમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ

પાગર ધોરણ

ફૂડ સેફ્ટી અધિકારી તરીકે પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ માટે ₹ 49,600 પ્રતિ માસ ફીક્સ પગાર મળશે. ત્યારબાદ કામગીરીના મુલ્યાંકનને ધ્યાનમાં લઈ, લેવલ – 7 પે મેટ્રીક્સ ₹ 39,900થી ₹1,26,600ની ગ્રેડમાં બેઝીક નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં.

વય મર્યાદા

અરજી કરવા ઈચ્છતા ઉમદેવારોની ઉંમર 35 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય.

અરજી કેવી રીતે કરવી

  • ફૂડ સેફ્ટી અધિકારી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX?_HIDE&ID=1 પર ક્લિક કરવું
  • અહીં અલગ અલગ ભરતી સંબંધી માહિતી આપવામાં આવી હશે
  • અહીં ફૂડ સેફ્ટી અધિકારી સામે એપ્લાય નાઉં દેખાશે જેના પર ક્લિક કરવાથી ફોર્મ દેખાશે
  • ફોર્મમાં માંગેલી માહિતી ધ્યાનપૂર્વક ભરવી અને સબમીટ કરી દેવી.
  • ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ ચોક્કસ કાઢવી

નોટિફિકેશન

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, અનુભવ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચોઃ- ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની જોરદાર તક, વર્ગ-1,2 અને 3ની ભરતી, વાંચો A to Z માહિતી

ઉમેદવારને ખાસ સૂચન કરવામાં આવે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચી લેવું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ