AMC Recruitment 2024, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદમાં નોકરી શોધતા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિન્સીપલ ડાયરેક્ટર જનરલ (પાર્ક્સ એન્ડ ગાર્ડન) પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યા ભરવા માટે સંસ્થા દ્વારા વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગત, પોસ્ટ માટે લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, ઇન્ટરવ્યૂ તારીખ અને સમય સહિતની મહત્વની માહતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી ની અગત્યની માહિતી
સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોસ્ટ પ્રિન્સીપલ ડાયરેક્ટર જનરલ (પાર્ક્સ એન્ડ ગાર્ડન) જગ્યા 1 નોકરીનો પ્રકાર કરાર આધારિત અરજી પ્રક્રિયા ઇન્ટરવ્યૂ તારીખ સમયે રજીસ્ટ્રેશન વોક ઈન ઇન્ટરવ્યૂ તારીખ 19 જુલાઈ 2024
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે લાયકાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન પ્રમાણે પ્રિન્સીપલ ડાયરેક્ટર જનરલ (પાર્ક એન્ડ ગાર્ડન) પોસ્ટ માટે ઉમેદવારોની લાયકાત અંગે વાત કરીએ તો મહાનગરપાલિકા અથવા સરકારના વન વિભાગ, કૃષિ વિભાગ અથવા બાગ બગીચા ગેરે જેવા વિભાગોમાં ચીફ કન્ઝર્વર ઓફ ફોરેસ્ટ/ જોઈન્ટ ડાયરેક્ટર (એગ્રી.) / જોઈન્ટ ડાયરેક્ટર (હોર્ટીકલચર) અથવા તેની સમકક્ષ જગ્યાની કામગીરીનો અનુભવ ધરાવતા હોય તેવા નિવૃત્ત અધિકારીઓ જ અરજી કરી શકશે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંગે મહત્વની તારીખ સમય
રજીસ્ટ્રેશન તારીખ 19 જુલાઈ 2024 રજીસ્ટ્રેશન સમય સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી રજીસ્ટ્રેશનનું સ્થળ રીવરફ્રન્ટ હાઉસ, સાબરતમી રિવરફ્રન્ટ, અમદાવાદ ઇન્ટરવ્યૂ તારીખ 19 જુલાઈ 2024, બપોરે 1 વાગ્યે ઈન્ટરવ્યૂ સ્થળ રીવરફ્રન્ટ હાઉસ, સાબરતમી રિવરફ્રન્ટ, અમદાવાદ
ઉમેદવારોએ ધ્યાનમાં લેવા જેવી મહત્વની સૂચના
ઉમેદવારે અરજી ફોર્મમાં ભરેલી વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ માંગે ત્યારે અસલમાં (પ્રમાણિત નકલો સહિત) રજૂ કરવાના રહેશે.ચકાસણી દરમિયાન અરજી ફોર્મમાં ભરેલી વિગતો તથા પુરાવામાં ફેરફાર અથવા તફાવત જણાશે તો ઉમેદવારી રદ્દબાતલ ગણવામાં આવશે.
આ ઉપરાંત સદરહુ જગ્યાની ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારોને કોઈ જ લેખિત પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં. જેની નોંધ લેવી. ઉમેદવારોએ આ જગ્યાની આગળની ભરતી પ્રક્રિયા અંગેની જાણકારી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in જોતા રહેવા વિનંતિ છે.
નોટિફિકેશન અને ફોર્મ
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગત, પોસ્ટ માટે લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, ઇન્ટરવ્યૂ તારીખ અને સમય સહિતની મહત્વની માહતી જાણવા અને અરજી ફોર્મ ડાઉનલોડ કરવા નોટિફિકેશન જુઓ.
આ પણ વાંચો
- GMDC ભરતી 2024 : અમદાવાદમાં નોકરી મેળવવાની ઉત્તમ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
- ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : ગાંધીનગરમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો સંપૂર્ણ માહિતી
- GPSC Recruitment 2024 : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં આચાર્ય વર્ગ-2ની ભરતી, જાણો તમામ વિગત
ઉમેદવારોએ ઇન્ટવ્યૂ, અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે સ્વખર્ચે આવવાનું રહેશે. આ ઉપરાંત અન્ય મહત્વની માહિતી જાણવા માટે આ લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.