AMC Recruitment 2024, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદમાં અને આસપાસમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે અમદાવાદમાં જ નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હેલ્થ વિભાગમાં સ્ટાફ નર્સની ભરતી બહાર પાડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કૂલ 60 જગ્યાઓ ભરતા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે પોસ્ટની માહિતી, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, પસંદી પ્રક્રિયા, પગાર ધોરણ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટેની મહત્વની વિગતો
સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પોસ્ટ વિવિધ ખાલી જગ્યા 60 નોકરીનો પ્રકાર કરાર આધારિત ઉંમર 45 વર્ષ અરજી કરવાની છેલ્લી તારીખ 12 જુલાઈ 2024 વેબસાઈટ https://ahmedabadcity.gov.in/
અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની પોસ્ટની વિગતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સ્ટાફ નર્સની કૂલ 60 જગ્યાઓ ભરવાની છે. આ જગ્યાઓ 11 માસના કરાર આધારે ભરવામાં આવશે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો સ્ટાફ નર્સની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવાર ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય કરેલી સંસ્થામાંથી બીએસસી નર્સિંગ અથવા ડીપ્લોમા ઈન જનરલ નર્સિંગ અને મિડવાઈફરી પાસ થયેલા હોવા જોઈએ. આ ઉપરંત ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ.
મહાનગરપાલિકા ભરતી માટે વય મર્યાદા અને પગાર ધોરણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સ્ટાફ નર્સની પોસ્ટ માટે ઉમેદવારોની વય મર્યાદા 45 વર્ષ સુધી રાખવામાં આવી છે. આ જગ્યાઓ 11 માસના કરાર આધારે ફિક્સ 20,000 મહિને પગાર આપવામાં આવશે.
નોટિફિકેશન
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટ, ખાલી જગ્યા, અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા,નોકરી પ્રકાર, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી ઓનલાઈન ફોર્મ ભરવા માટે અગત્યની સૂચના
- ઉમેદવારોની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલી અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાસ દ્વારા મળેલી અરજીઓ માન્ય રહેશે નહીં.
- સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી સોફ્ટવેરમાં ફરજીયા અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરેલી નહીં હોય તેમની અરજી ના મંજૂર કરવામાં આવશે.
- અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય રહેશે.
- ઉમેદવારો એક કરતા વધારે વખત કરેલી ઓલાઈન અરજી માન્ય ગણવામાં આવશે નહીં.
- જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે.
- ઉક્ત જગ્યાઓ માટેનો કરાર આધારિત સમયગાળો 11 માસ માટેનો રહેશે
આ પણ વાંચો
- GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, ક્લાસ 1 અને ક્લાસ 2ની સરકારી નોકરી મેળવવાની સૂવર્ણ તક
- રાજકોટ મહાનગરપાલિકા ભરતી : મેડિકલ ઓફિસરથી લઈને સ્ટાફ નર્સ સુધીની પોસ્ટ, ₹ 75,000 સુધીનો પગાર, વાંચો વિગતો
- બનાસ ડેરી ભરતી : બનાસકાંઠાની આ ડેરીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
- બેંક ભરતી : IBPS એ ક્લાર્કની 6000થી વધુ નોકરીઓ બહાર પાડી, કોલેજ પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરના ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું કે અરજી કરતા પહેલા આપેલું સત્તાવાર નોટિફિકેશન અથવા https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx વેબસાઈટ પર જઈ માહિતી ઝીણવટ પૂર્વક વાંચવું.