/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/AMC-high-salary-job-bharati-1.jpg)
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી - Photo - freepik
AMC Recruitment 2025, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ ઉંચા પગાર વાળી નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાઈડ્રોલીક એન્જીનિયરની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર કુલ 4 ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત હાઈડ્રોલીક એન્જીનીયર પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયાકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
| પોસ્ટ | હાઈડ્રોલીક એન્જીનીયર |
| જગ્યા | 4 |
| વય મર્યાદા | 35 વર્ષથી વધુ નહીં |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 25-4-2025 |
| ક્યાં અરજી કરવી | https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/frmVacancyApplication.aspx |
પોસ્ટની વિગતો
| કેટેગરી | જગ્યા |
| બિનઅનામત | 3 |
| સા.શૈ.પ.વ. | 1 |
| કુલ | 4 |
નોંધ દિવ્યાંગ અનામતની 1 જગ્યા જે તે કેટેગરીમાં સમાવવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત
- બી.ઈ.સિવિલ તથા એમ.ઈ- હાઈડ્રોલીક્સ એન્જીનિયર
- સી.સી.સી. પરક્ષી પાસ કરેલી હોવી જોઈએ
અનુભવ
કુલ નોકરીના ત્રણ વર્ષનો હાઈડ્રોલીક કામનો (વોટર અને ડ્રેનેજ) અનુભવ ધરાવતો હોવો જોઈએ.
વય મર્યાદા
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
પગાર ધોરણ
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી હાઇડ્રોલીક એન્જીનિયર પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને લેવન-8 પે મેટ્રીક્સ પ્રમાણે ₹ 44,900- ₹1,42,400 ઉપરાંત નિયમ મુજબ મળી શકતાં અન્ય ભથ્થાં મળવા પાત્ર છે.
ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ વિશે અને કરિયર સંબંધી અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કેવી રીતે કરવી
- અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની https://ahmedabadcity.gov.in/ વેબસાઈટ ઉપર જવું
- અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
- અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
- અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
- ઉમેદવારોએ અરજી તારીખ 5 ફેબ્રુઆરી 2025ના રાતના 23.59 વાગ્યા સુધીમાં મોકલવાની રહેશે
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us