અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : પરીક્ષા વગર હેલ્થ વિભાગમાં નોકરી મેળવવાની ઉત્તમ તક, ₹75,000 સુધી પગાર, અહીં વાંચો બધી જ માહિતી

AMC Recruitment 2025 : અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, ઈન્ટરવ્યૂની તારીખ અને સમય સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

AMC Recruitment 2025 : અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, ઈન્ટરવ્યૂની તારીખ અને સમય સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Latest Government Jobs

Ahmedabad Municipal Corporation Recruitment : અમદાવાદ મહાનગરપાલિકા ભરતી, હેલ્થ વિભાગ - photo - Social media

અમદાવાદ મહાનગરપાલિકા ભરતીઃ અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાંથી કોમ્પ્યુનીટી હેલ્થ સેન્ટર ખાતે વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, ઈન્ટરવ્યૂની તારીખ અને સમય સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની વિગતો

સંસ્થાઅમદાવાદ મહાનગરપાલિકા (AMC)
પોસ્ટવિવિધ સર્જન
જગ્યા10
વિભાગહેલ્થ ડિપાર્ટમેન્ટ (કોમ્પ્યુનીટી હેલ્થ સેન્ટર)
નોકરીનો પ્રકાર11 માસના કરાર આધારિત
એપ્લિકેશન મોડવોક ઈન ઈન્ટરવ્યૂ
ઈન્ટરવ્યૂ તારીખ અને સમય4-2-2025
ઈન્ટરવ્યૂ સમયસવારે 9.30થી 10.30
ઈન્ટરવ્યૂ સ્થળનીચે દર્શાવવામાં આવ્યું છે

પોસ્ટની વિગતો

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાંથી કોમ્પ્યુનીટી હેલ્થ સેન્ટર ખાતે નીચે આપવામાં આવેલી પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવાના છે.

પોસ્ટજગ્યા
જનરલ સર્જન1
રેડીયોલોજીસ્ટ2
ઈ.એન.ટી. સર્જન3
ડર્મેટોલોજીસ્ટ2
ઓપ્થેલમોલોજીસ્ટ1
ઓર્થોપેડિક સર્જન1

(ખાલી રહેલી જગ્યા ભરવા તથા પ્રતિક્ષા યાદી બનાવવા માટે)

શૈક્ષણિક લાયકાત

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત જાહેર કરવામાં આવેલ વિવિધ ભરતી અંગે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ઉમેદવારો જે પોસ્ટ ઉપર અરજી કરવાના છે એ પોસ્ટના નિષ્ણાંત હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

વય મર્યાદા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોમ્યુનીટી હેલ્થ સેન્ટર માટેની ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની વયમર્યાદા મહત્તમ 60 વર્ષ હોવી જોઈએ.

પગાર ધોરણ

પોસ્ટપગાર (પ્રતિ માસ ફિક્સ)
જનરલ સર્જન₹ 75,000
રેડીયોલોજીસ્ટ₹ 75,000
ઈ.એન.ટી. સર્જન₹ 37,500
ડર્મેટોલોજીસ્ટ₹ 37,500
ઓપ્થેલમોલોજીસ્ટ₹ 37,500
ઓર્થોપેડિક સર્જન₹ 37,500

વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ, સમય અને સ્થળ

લાયક અને રસ ધરાવતા ઉમદેવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તથા અનુભવના અસલ પ્રમાણપત્રો અને પ્રમાણપત્રોની પ્રમાણીત નકલો સાથે નામ, સરનામું, ઉંમર, શૈક્ષણિક લાયકાત તથા અનુભવની વિગત નિયત ફોર્મેટમાં સ્વઅક્ષરે ભરી ઈન્ટરવ્યૂ તારીખ અને સમયે અરજીપત્ર સાથે હાજર રહેવું.

  • ઈન્ટરવ્યૂ તારીખઃ- 4 ફેબ્રુઆરી 2025
  • ઈન્ટરવ્યૂ સમયઃ- સજીસ્ટ્રેશનનો સમય- 9.30થી 10.30 અને ઈન્ટરવ્યૂનો સમય સવારે 11 કલાકથી શરૂ થશે
  • ઈન્ટરવ્યૂ સ્થળઃ- આરોગ્ય અધિકારીની ઓફિસ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જૂની ટી.બી હોસ્પિટલ કમ્પાઉન્ડ, જુના એસ.ટી.બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, અમદાવાદ.

નોટિફિકેશન

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, ઈન્ટરવ્યૂની તારીખ અને સમય સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

Advertisment
અમદાવાદ નોકરી કરિયર ભરતી