Amreli jilla panchayat Bharti, અમરેલી જિલ્લા પંચાયત ભરતી: અમરેલીમાં રહેતા અને કાયદાનો અભ્યાસ કરેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ જોરદાર પગારવાળી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. અમરેલી જિલ્લા પંચાયત દ્વારા કાયદા સલાહકારની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ પર ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
અમરેલી જિલ્લા પંચાયત ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
અમરેલી જિલ્લા પંચાયત ભરતી માટે અગત્યની માહિતી
સંસ્થા અમરેલી જિલ્લા પંચાયત પોસ્ટ કાયદા સલાહકાર જગ્યા 1 વય મર્યાદા મહત્તમ 50 વર્ષ નોકરીનો પ્રકાર કરાર આધારિત એપ્લિકેશન મોડ ઓફ લાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2024 વેબસાઈટ https://amrelidp.gujarat.gov.in
અમરેલી જિલ્લા પંચાયત ભરતી પોસ્ટની વિગત
અમરેલી જિલ્લા પંચાયત કચેરી દ્વારા કાયદા સલાહકારની 11 માસની કરાર આધારિત નિમણૂંક કરવા માટે ઉમેદાવરો પાસેથી અરજીઓ મંગાવી છે.
અમરેલી જિલ્લા પંચાયત ભરતી માટે શૈક્ષણિક લાયકાત
અમરેલી જિલ્લા પંચાયત દ્વારા બહાર પાડેલી કાયદા સલાહકાર જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો માન્ય યુનિવર્સિટી કાયદાના સ્નાતકની પદવી હોવી જોઈએ. કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ. આ ઉરાંત CCC+ લેવલનું કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
અમરેલી જિલ્લા પંચાયત ભરતી વય મર્યાદા અને પગાર ધોરણ
આ ભરતી માટે ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 55 વર્ષથી વધારે ઉંમર ધરાવતા ન હોવા જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો પસંદ કરેલા ઉમેદવારે ₹ 60,000 માસિક ફિક્સ પગાર મળશે.આ ઉપરાંત કોઈપણ જાતના ભથ્થા કે પગાર પંચના લાભો મળવાપાત્ર નથી.
અરજી કેવી રીતે કરવી?
- અરજી પત્રનો નમૂનો તથા કરારની શરતો અને બોલીઓ જિલ્લા પંચાયત અમરેલીની વેબસાઈટ https://amrelidp.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
- સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલી અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે 15 ઓક્ટોબર 2024 સુધીમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, અમરેલી 365601, ના સરનામે રજિસ્ટર પોસ્ટ એ.ડી. સ્પીડ પોસ્ટથી મકોલી આપવાની રહેશે.
- કવર ઉપર કાયદા સલાહકાર લખવાનું રહેશે.
નોટિફિકેશન
અમરેલી જિલ્લા પંચાયત ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલી જાહેરાત વાંચવી.
ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં નોંધણી હોવી ફરજીયાત છે. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા ઉપરનું પ્રભુત્વ હોવું જોઈએ.





