/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Anand-Jilla-Panchayat-bharti.jpg)
આણંદ જિલ્લા પંચાયત ભરતી - Photo - Social media
Anand Jilla Panchayat Recruitment, આણંદ જિલ્લા પંચાયત ભરતી : આણંદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. આણંદ જિલ્લા પાંચાયત દ્વારા કાયદા સલાહકારની જગ્યા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ આ પોસ્ટ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
આણંદ જિલ્લા પંચાયત ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
આણંદ જિલ્લા પંચાયત ભરતી માટે અગત્યની માહિતી
| સંસ્થા | આણંદ જિલ્લા પંચાયત |
| પોસ્ટ | કાયદા સલાહકાર |
| જગ્યા | 1 |
| વય મર્યાદા | 50 વર્ષથી વધુ નહીં |
| નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
| ભરતી જાહેર થયાની તારીખ | 5 ઓગસ્ટ 2024 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેર થયાના 10 દિવસની અંદર અરજી કરવાની રહેશે |
| એપ્લિકેશન મોડ | ઓફલાઇન |
| વેબસાઈટ | ananddp.gujarat.gov.in |
આણંદ જિલ્લા પંચાયત ભરતી માટે પોસ્ટની વિગત
જિલ્લા પંચાયત આણંદ ખાતે જિલ્લા કક્ષાએ કાયદા સલાહકારની તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ખાલી જગ્યા ભરવા તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.
આણંદ જિલ્લા પંચાયત ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકનો અભ્યાસ
- કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ
- CCC+ લેવલનું કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાનધરાવતા હોવા જોઈએ
આણંદ જિલ્લા પંચાયત ભરતી માટે વય મર્યાદા અને પગાર ધોરણ
આણંજ જિલ્લા પંચાયતમાં બહાર પડેલી કાયદા સલાહકારની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 50 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમેદવારે પ્રતિ માસ ₹60,000 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.
નોટિફિકેશન
આણંદ જિલ્લા પંચાયત ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
અરજી કેવી રીતે કરવી
- કાયદા સલાહકારની નિમણૂક અંગેની જાહેરાતનું અરજી ફોર્મ તથા શરતો અને બોલીઓની વિગતો જિલ્લા પંચાયત આણંદની વેબસાઈટ ananddp.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે ડાઉનલોડ કરી અરજી કરવાની રહેશે.
- ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 10 દિવસની અંદર ફક્ત રજિસ્ટર પોસ્ટ એ.ડી. કે સ્પીડ પોસ્ટથી દર્શાવેલા સરનામા પર અરજી કરવાની રહેશે. રૂપરુ કે કુરીયર દ્વારા અરજી સ્વીકારવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ-
- કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ભરતી : ગુજરાતમાં એક્સ આર્મીમેન માટે નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
- ગુજરાતમાં ₹ 40,000 પગારની નોકરી મેળવવાની જોરદાર તક, વાંચો સંપૂર્ણ માહિતી
- સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી : સરકારી નોકરીની શોધમાં રહેતા યુવાનો માટે Good News, ₹ 1.42 લાખ સુધી પગાર, વાંચો સંપૂર્ણ માહિતી
અરજી કરવાનું સરનામું
રૂમ નં.110, પહેલો માળ, સરદાર વલ્લભભાઈ પટેલ જિલ્લા પંચાયત ભવન, બોરસદ ચોકડી, આણંદ - 388001


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us