Apaar Card : આધાર કાર્ડ હવે આપણા જીવનનો એક ભાગ બની ગયું છે. રાશનની દુકાને જવાથી લઈને સિમ કાર્ડ મેળવવા સુધી તે તમારા માટે ઉપયોગી છે. હવે સરકાર બાળકો માટે આવું બીજું કાર્ડ બનાવવા જઈ રહી છે. આનાથી તેમને આવનારા સમયમાં શાળાના શિક્ષણથી લઈને કોલેજમાં એડમિશન લેવા અને નોકરી શોધવામાં પણ મદદ મળશે. સરકારે તેને ‘અપાર આઈડી કાર્ડ’ નામ આપ્યું છે. હવે તે કેવી રીતે બને છે, તેના ફાયદા શું છે, અહીં તમને બધી માહિતી આપીશુ.
‘અપાર કાર્ડ’નું પૂરું નામ શું છે?
‘અપાર કાર્ડ’નું પૂરું નામ (apaar card full form) ‘ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી’ (Automated Permanent Academic Account Registry) છે. આનો અર્થ એ છે કે, સરકાર બાળકો માટે 12 અંકનું આઈડી કાર્ડ બનાવશે, જે બાળપણથી લઈને તેમના અભ્યાસના અંત સુધી કાયમી રહેશે. જો તે શાળા બદલશે, તો પણ તેનું ‘અપાર આઈડી કાર્ડ’ એ જ રહેશે. આ તેમના આધાર કાર્ડથી થોડુ અલગ હશે અને તેને એકબીજા સાથે લિંક કરવામાં આવશે. આમાં, તેમની તમામ માહિતી આપોઆપ બદલાઈ જશે.
આ કાર્ડ કેવી રીતે બનશે?
‘અપાર કાર્ડ’ બનાવવા માટે વિદ્યાર્થી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. ‘DigiLakar’ પર એકાઉન્ટ હોવું પણ જરૂરી છે. આ સાથે વિદ્યાર્થીનું ઇ-કેવાયસી પૂર્ણ થશે. વિદ્યાર્થીઓને તેમની શાળાઓ અથવા કોલેજો દ્વારા ‘અપાર કાર્ડ’ આપવામાં આવશે. આ માટે રજીસ્ટ્રેશન બાળકોના માતા-પિતાની સંમતિથી કરવામાં આવશે. માતા-પિતા કોઈપણ સમયે તેમની સંમતિ રદ કરી શકે છે. શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓને એક અરજી ફોર્મ આપવામાં આવશે, જે તેઓ તેમના માતાપિતા દ્વારા ભરીને સબમિટ કરી શકશે. માતા-પિતાની સંમતિ બાદ જ શાળાઓ કે કોલેજો બાળકોના ‘અપાર કાર્ડ’ બનાવી શકશે. Apar કાર્ડ બનાવવા માટે, તમારે ફી માટે એક પણ પૈસો ચૂકવવો પડશે નહીં.
વિદ્યાર્થીઓ માટે કાર્ડનો લાભ
કાર્ડ ધારક વિદ્યાર્થીઓ બસ મુસાફરીમાં સબસીડી મેળવી શકે છે. કાર્ડ ધારક વિદ્યાર્થીઓ પરીક્ષાની ફી ભરવામાં પણ સગવડ મેળવી શકશે. આ કાર્ડ દ્વારા વિદ્યાર્થીઓ સરકારી મ્યુઝિયમમાં ફ્રી એન્ટ્રી મેળવી શકશે. વિદ્યાર્થીઓ પુસ્તકો અને સ્ટેશનરી પર પણ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. એમ્યુઝમેન્ટ પાર્ક અને હોસ્ટેલ માટે સબસિડી માફી મળશે.
આ પણ વાંચો – WhatsApp Safety : જો વોટ્સએપનો યુઝ કરો છો, તો જાણો આ 3 ટિપ્સ, ફ્રોડથી બચાવશે
કેટલાક લોકોને હજુ પણ શંકા છે કે, આધાર કાર્ડ અને અપાર કાર્ડ એક જ વસ્તુ છે, પરંતુ એવું બિલકુલ નથી. આધાર કાર્ડ એ દરેક નાગરિક ભારતના વતની હોવાનો પુરાવો છે, જે તમામ શિક્ષિત અને અભણ લોકો બનાવી શકે છે, પરંતુ જો અપાર કાર્ડની વાત કરીએ તો, તે ફક્ત તે જ વિદ્યાર્થીઓ બનાવી શકે છે, જેઓ કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી શિક્ષણ મેળવતા હોય છે.





