scorecardresearch

ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી સંબંધિત 45000 નોકરીઓ : રિપોર્ટ

Artificial Intelligence Jobs : રિપોર્ટમાં ઉદ્યોગોમાં ફ્રેશર્સ અને અનુભવી પ્રોફેશનલ માટે નોકરીઓ અને સારો પગાર પેકેજ પણ છે. નોકરી ઇચ્છતા ઉમેદવારો માટે આગામી ભવિષ્યમાં ઉજળી તકો છે.

ai related jobs, ai jobs in india, ai jobs, artificial intelligence
ભારતમાં એઆઈમાં નોકરી ખાલી

ટીમલીઝ ડિજિટલ રિપોર્ટથી જાણવા મળે છે કે ફેબ્રુઆરી 2023 સુધી માત્ર ભારતમાં જ 45,000 એઆઈ જોબ ઓપનિંગ છે. જેમાં ડેટા વૈજ્ઞાનિક અને એમએલ એન્જીનિયરની સૌથી વધારે માંગ છે. રિપોર્ટમાં ઉદ્યોગોમાં ફ્રેશર્સ અને અનુભવી પ્રોફેશનલ માટે નોકરીઓ અને સારો પગાર પેકેજ પણ છે. નોકરી ઇચ્છતા ઉમેદવારો માટે આગામી ભવિષ્યમાં ઉજળી તકો છે.

રિપોર્ટ અનુસાર ભારતમાં વિવિધ ટેક્નોલોજી ભૂમિકાઓમાં ફેર્શર્સ માટે અપેક્ષિત પગાર

રિપોર્ટ પ્રમાણે ડેટા એન્જીનિયર પ્રતિ વર્ષ 14 લાખ રૂપિયા સુધીનું કામ કરી શકે છે. એમએલ એન્જીનિયર 10 લાખ સુધી, ડેટા વૈજ્ઞાનિક 14 લાખ સુધી, ડેવોપ્સ એન્જીનિયર 12 લાખ પ્રતિ વર્ષ સુધી કામ કરી શકે છે. આ ઉપરાંત ડેટા આર્કિટેક્સ 12 લાખ સુધી, બીઆઈ વિશ્વેલષક 14 લાખ રૂપિયા શુધી અને ડેટાબેસ એડમિનિસ્ટ્રેટર 12 લાખ રૂપિયા સૂધી પગાર મેળવી શકે છે.

આ ઉપરાંત રિપોર્ટમાં હેલ્થકેર (ક્લિનિકલ ડેટા એનાલિસ્ટ, મેડિકલ ઇમિજિંગ સ્પેશિયાલિસ્ટ, હેલ્થ ઇન્ફોર્મેટિક્સ એનાલિસ્ટ), શિક્ષા (એડટેક પ્રોડક્ટ મેનેજર, એઆઇ લર્નિંગ આર્કિટેક્ટ, એઆઇ કરિકુલમ ડેવલોપર સહિત પ્રમુખ ઉદ્યોગોમાં એઆઇ પરિદશ્યમાં અનેક પ્રકારની પ્રમુખ ભૂમિકાઓ છે.)

ટીમલીઝ ડિજિટલ દ્વારા કરવામાં આવેલા એક સર્વે અનુસાર 37 ટકા સંગઠન પોતાના કર્મચારીઓને એઆઈ તૈયાર કાર્યબળ બનાવવા માટે પ્રાસંગિક ઉપકરણ પ્રદાન કરવાનું પસંદ કરે છે. 30 ટકા સંગઠનો કહે છે કે એઆઈ સીખવાની શરુઆત કાર્યબળમાં સંતાયેલી પ્રતિભાને અનલોક કરવા માટે સ્પષ્ટરૂપથી અનિવાર્ય છે. 56 ટકા સંગઠનોએ વ્યક્ત કર્યું કે એઆઇ માંગ આપૂર્તિ પ્રતિભા અંતરને ભરવા માટે જરૂરી પહેલા કરવામાં આવી રહી છે.

સર્વેથી એ પણ વાત જાણવા મળે છે કે મોટાભાગના કર્મચારીઓ પોતાની નિયોક્તાઓની ભાવનાઓને શેર કરે છે. 55 ટકા કર્મચારીઓ વ્યક્ત કર્યું કે એઆઇ નોકરીના નવા અવસર ખોલે છે. 54 ટકા કર્મચારી એ તથ્ય પર ભાર મૂક્યો કે સંગઠન ભવિષ્ય માટે તૈયાર કાર્યબલ માટે અપસ્કિલિંગ અને રીસ્કિલિંગ પહેલ કરે છે. 40 ટકાથી વધારે કર્મચારીઓનું માનવું છે કે આ હાઉસ ક્ષમતાઓનું નિર્માણ અને દૈનિક કાર્યોમાં એઆઈને એકીકૃત કરવાથી એઆઇ ક્ષમતાઓમાં વૃદ્ધિ થાય છે.

Web Title: Artificial intelligence ai related jobs vacant in india

Best of Express