Gujarat Bharti 2025, Arvalli bharti 2025 : અરવલ્લી જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા યુવાનો માટે નોકરીના સારા સમાચાર આવી ગયા છે. અરવલ્લી જિલ્લામાં પી.એમ. પોષણ યોજના હેઠળ 11 માસની કરાર આધારીત જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર અને તાલુકા પી.એમ. પોષણ સુપરવાઈઝરની કુલ 05 જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે.
અરવલ્લી ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
અરવલ્લી ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા પી.એમ. પોષણ યોજના કચેરી પોસ્ટ જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર અને તાલુકા પી.એમ. પોષણ સુપરવાઈઝર જગ્યા 5 નોકરીનો પ્રકાર 11 માસ કરાર આધારીત એપ્લિકેશન મોડ ઓફલાઈન ભરતી જાહેર થયાની તારીખ 11-11-2025 અરજી કરવાની છેલ્લી તારીખ ભરતી જાહેર થયાના 10 દિવસની અંદર ક્યાં અરજી કરવી સરનામુ નીચે આપેલું છે
અરવલ્લી ભરતી 2025 અંતર્ગત શૈક્ષણિક લાયકાત
અરવલ્લી જિલ્લામાં પી.એમ. પોષણ યોજના હેઠળ 11 માસની કરાર આધારીત જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર અને તાલુકા પી.એમ. પોષણ સુપરવાઈઝરની કુલ 05 જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. જેની વિગતો નીચે કોષ્ટકમાં આપેલી છે.
પોસ્ટ જગ્યા જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર 1 તાલુકા પી.એમ. પોષણ સુપરવાઈઝર 4 કુલ 5
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
પી.એમ. પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ પી.એમ. પોષણ સુપરવાઈઝરની પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા અંગેની માહિતી સંસ્થાની કચેરીએ નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવેલી છે.
પગાર ધોરણ
પોસ્ટ પગાર (માસિક ફિક્સ) જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર ₹18,000 તાલુકા પી.એમ. પોષણ સુપરવાઈઝર ₹25,000
અરજી કેવી રીતે કરવી
- અરજી ફોર્મ, નિમણૂંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજનાની કચેરી, C/F/12, પ્રથમ માળ, જીલ્લા સેવા સદન, અરવલ્લી, મોડાસામાંથી મેળવી શકાશે.
- નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલ કે રજિસ્ટર પોસ્ટ એ.ડી. સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.
- નિયત સમયબાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.
- મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજના દ્વારા લેખિત-ઈમેઈલ દ્વારા જાણકવામાં આવશે.
ભરતીની જાહેરાત- પીડીએફ
આ પણ વાંચોઃ- Weekly Government Bharti 2025 : ભારતીય સેના, આઈબી, પ્રોફેસર સહિતની નોકરીઓ માટે અંતિમ તક, આ સપ્તાહમાં થશે બંધ
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી મોકલવાનું સરનામું
જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજનાની કચેરી, C/F/12, પ્રથમ માળ, જીલ્લા સેવા સદન, મોડાસા, અરવલ્લી





