/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/shikshan-sahayak-bharti-2023-1.jpg)
આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી
Shikshan Sahayak Recruitment, bharti in dahoh: શિક્ષણ સહાયકની નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. આશ્રમશાળા તરવડિયા (ભાવ), દાહોદ દ્વારા તાજેતરમાં શિક્ષણ સહાયકની ભરતી બહાર પાડી છે. આ જગ્યાઓ માટે સંસ્થા દ્વારા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ સંસ્થાના સરનામા પર છેલ્લી તારીખ પહેલા અરજી મોકલી આપવાની રહેશે.
ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
Shikshan Sahayak Recruitment 2023 : શિક્ષણ સહાયકની ભરતી, મહત્વની વિગતો
| સંસ્થા | આશ્રમશાળા તરવડીયા (ભાવ), દાહોદ |
| પોસ્ટ | શિક્ષણ સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) |
| કુલ જગ્યા | 03 |
| પગાર | સરકારી નિયમો મુજબ |
| એપ્લિકેશન મોડ | ઑફલાઇન |
Shikshan Sahayak Recruitment 2023 : શિક્ષણ સહાયકની ભરતી, શૈક્ષણિક લાયકાત
- B.A., B.Ed., TAT – 1 (ગુજરાતી)
- M.A., B.Ed., TAT - 2 (ઇતિહાસ)
- M.A., B.Ed., TAT – 2 (હિન્દી)
- કમ્પ્યુટર પ્રમાણપત્ર.
Shikshan Sahayak Recruitment 2023 : શિક્ષણ સહાયકની ભરતી,પગાર
શિક્ષણ સહાયક માટે પસંદ કરાયેલા ઉમેદવારોને સરકારી નિયમો મુજબ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે.
Shikshan Sahayak Recruitment 2023 : શિક્ષણ સહાયકની ભરતી, નોટિફિકેશન
અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
Shikshan Sahayak Recruitment 2023 : શિક્ષણ સહાયકની ભરતી, કેવી રીતે અરજી કરવી?
જે લાયક ઉમેદવારો નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને અરજી સાથે તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે.
Shikshan Sahayak Recruitment 2023 : શિક્ષણ સહાયકની ભરતી, સરનામું:
આચાર્યશ્રી
જય સાવરીયા શેઠ, માધ્યમિક અને એચ. માધ્યમિક આશ્રમશાળા,
તરવડિયા (ભાવ),
તા - દાહોદ,
જિલ્લો - દાહોદ
Shikshan Sahayak Recruitment 2023 : શિક્ષણ સહાયકની ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જાહેરાત પ્રકાશિત 9 નવેમ્બર 2023ના રોજ થઈ છે. જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર અરજી કરવાની રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us