Atmiya University Recruitment 2024, આત્મિય યુનિવર્સિટી ભરતી : રાજકોટમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. રાજકોટમાં આવેલી આત્મિય યુનિવર્સિટી દ્વારા વાઈસ ચાન્સેલરની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
આત્મિય યુનિવર્સિટી ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, વય મર્યાદા, અનુભવ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
આત્મિય યુનિવર્સિટી ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા આત્મિય યુનિવર્સિટી ભરતી (રાજકોટ) પોસ્ટ વાઈસ ચાન્સેલર જગ્યા 1 એપ્લિકેશન મોડ ઈમેઈલ અરજી કરવાની છેલ્લી તારીખ 27-11-2024 સત્તાવાર વેબસાઈટ https://atmiyauni.ac.in/
આત્મિય યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર પ્રતિષ્ઠિત શિક્ષણવિદ્દ હોવો જોઈએ અને તેની પાસે પર્યાપ્ત વહીવટી ગુણો, ઉચ્ચ સ્તરની યોગ્યતા, અખંડિતતા, નૈતિક મૂલ્યો અને સંસ્થાકીય પ્રતિબદ્ધતા હોવી જોઈએ. ઉમેદવાર સંસ્થાકીય બિલ્ડર હોવા જોઈએ.
અનુભવ
આત્મિય યુનિવર્સિટી ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 10 વર્ષનો પ્રોફેસર તરીકેનો અનુભવ હોવો જોઈએ. અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ધારા ધોરણ પ્રમાણે સમકક્ષ પોસ્ટ પર રિસર્ચ અથવા એકેડેમિક એડમિસ્ટ્રેટીવ ઓર્ગેનાઈઝેશન 10 વર્ષનો ઓછામાં ઓછો અનુભવ હોવો જોઈએ.
કેવી રીતે અરજી કરવી
- આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ સંસ્થાની વેબસાઈટ www.atmiyauni.ac.in ઉપર આપેલા અરજી ફોર્મેટને ડાઉન કરવું.
- ત્યારબાદ અરજીમાં માંગેલી માહિતી ધ્યાન પૂર્વક ભરતી
- ભરેલી અરજી search.vc@atmiyauni.ac.in ઉપર ઈમેલ કરવો
- ઈમેઈલ સાથે જરૂરી દસ્તાવેજો પણ અટેચ કરવા અને 500 શબ્દોમાં પોતાના વિશે જણાવવું
ભરતીનું નોટિફિકેશન
આ પણ વાંચોઃ- રાજકોટ મહાનગરપાલિકા ભરતી : રાજકોટમાં નોકરી શોધી રહેલા ઉમદેવારો માટે સારા સમાચાર, અહીં વાંચો બધી જ માહિતી
ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત
અરજીની હાર્ડ કોપી અને જરૂરી દસ્તાવેજોની કોપી ચેરપર્સન, સર્ચ કમિટી, આત્મિય યુનિવર્સિટી, કાલાવડ રોડ, રાજકોટ – 360005, ગુજરાત,ના સરનામા પર મોકલી આપવી. ઉમેદવારોએ કવર પર પોસ્ટનું નામ ચોક્કસ લખવું. અને કરવર 30-11-2024 સુધીમાં મોકલી આપવી.