ઓસ્ટ્રેલિયા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, વિઝા માટે આ સ્કોર સબમિટ કરવા પડશે

Australia Visa Rules: ઓસ્ટ્રેલિયા એ વિઝા માટે એક વર્ષ બાદુ જૂનો નિયમ ફરી લાગુ કર્યો છે. ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયન વિઝા અરજીના ભાગ રૂપે આ ટેસ્ટના સ્કોર સબમિટ કરી શકે છે.

Written by Ajay Saroya
May 06, 2024 20:57 IST
ઓસ્ટ્રેલિયા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, વિઝા માટે આ સ્કોર સબમિટ કરવા પડશે
દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા ભણવા માટે જાય છે. પ્રતિકાત્મક તસવીર. (Photo - Freepik)

Australia Visa Rules: ઓસ્ટ્રેલિયા ભણવા જવાનું સપનું રાખનાર વિદ્યાર્થીઓ માટે માટે માઠા સમાચાર છે. ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક બનાવ્યા છે. હવે ઓસ્ટ્રેલિયાએ વિઝા માટે ટોફેલ સ્કોર (TOEFL scores) ફરી સ્વીકારવાનું શરૂ કર્યુ છે. નોંધનિય છે કે, યુકે, કેનેડાના વિઝા મેળવવામાં હાલ મુશ્કેલી પડી રહી ત્યારે ઓસ્ટ્રેલિયાના નવા વિઝા નિયમથી વિદ્યાર્થીઓને ઉંડી અસર થશે.

ઓસ્ટ્રેલિયા વિઝા માટે ટોફેલ સ્કોર જરૂરી

એજ્યુકેશનલ ટેસ્ટિંગ સર્વિસ (ETS) જે ફોરેન લેંગ્વેજ (TOEFL) તરીકે અંગ્રેજીની ટેસ્ટ પાછળની સંસ્થા છે, તેણે સોમવારે જાહેરાત કરી હતી કે TOEFL સ્કોર્સ ફરીથી તમામ ઓસ્ટ્રેલિયન વિઝા અરજીઓ માટે માન્ય ગણવામાં આવશે. ઑસ્ટ્રેલિયન ડિપાર્ટમેન્ટ ઑફ હોમ અફેર્સ (DHA) એ ગયા જુલાઈમાં TOEFL સ્કોર્સની સ્વીકૃતિને સ્થગિત કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.

TOEFL iBT ને 160 દેશોમાં વિશ્વભરની 100 ટકા ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ અને 12,500 થી વધુ સંસ્થાઓ દ્વારા સ્વીકારવામાં આવે છે.

જે અરજદારોએ 5 મે, 2024 થી TOEFL iBT ટેસ્ટ આપી છે, તેઓ તેમની ઓસ્ટ્રેલિયન વિઝા અરજીના ભાગ રૂપે તેમના સ્કોર સબમિટ કરી શકે છે.

ETS India & દક્ષિણ એશિયાના કન્ટ્રી હેડ સચિન જૈન એ જણાવ્યું હતું કે, “ETS ખાતે, અમે અમારા વિશ્વ-વર્ગના મૂલ્યાંકનો દ્વારા વૈશ્વિક ઉચ્ચ શિક્ષણ અને ગતિશીલતાની સુવિધા આપવા માટે પ્રતિબદ્ધ છીએ.

ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા 1.20 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ સાથે ઓસ્ટ્રેલિયા ભારતીય વિદ્યાર્થીઓ અને નોકરી કરતા પ્રોફેશનલ સૌથી પસંદગીનું સ્થળ છે . વધુમાં લેટેસ્ટ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ મુજબ ટોચની 100 વૈશ્વિક યુનિવર્સિટીઓમાં 9 ઑસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ સાથે, ઑસ્ટ્રેલિયા વિશ્વ-કક્ષાનું ઉચ્ચ શિક્ષણ અને અભ્યાસ પછી નોકરીની તકો પ્રદાન કરે છે.

આ પણ વાંચો | વિશ્વની ટોચની 25 સંસ્થાઓમાં IIM અમદાવાદ, ટોચની સંસ્થાઓની રેન્કિંગની યાદી

TOEFL ઉપરાંત, ઑસ્ટ્રેલિયા અંગ્રેજી ભાષાની વિઝા આવશ્યકતાઓ માટે સુરક્ષિત ટેસ્ટ સેન્ટર પર હાથ ધરવામાં આવેલા નીચેના ટેસ્ટ માંથી સ્કોર સ્વીકારે છે:

ઈન્ટરનેશનલ ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ (IELTS), જેમાં વન સ્કિલ રીટેક (OSR)*પીયર્સન ટેસ્ટ ઑફ ઈંગ્લીશ (PTE)કેમ્બ્રિજ ઈંગ્લિશ (CAE) (C1 Advanced તરીકે પણ ઓળખાય છે)ઑક્યુપેશનલ ઈંગ્લિશ ટેસ્ટ (OET), ધ્યાનમાં રાખો કે, આ પ્રોફેશનલ માટે તૈયાર કરવામાં આવેલો એક ટેસ્ટ છે.


Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ