Banas Dairy Recruitment 2024, બનાસ ડેરી ભરતી : ઉત્તર ગુજરાતમાં રહેતા ખાસ કરીને બનાસકાંઠામાં રહેતા ઉમેદવારો નોકરીની શોધમાં છો તો તમારા માટે નોકરી ઘર આંગણે આવી ગઈ છે. ઉત્તર ગુજરાતની મોટી સહકારી ડેરી પૈકી એક બનાસ ડેરીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ મિલ્ક પોડ્યુસર યુનિયન લિમિટેડ (બનાસ ડેરી) દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. બનાસ ડેરી ભરતીની જાહેરાત પ્રમાણે ઓફિસરથી લઈને સિનિયર એક્ઝિક્યુટીવ સુધીની વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
બનાસ ડેરી ભરતી માટે વિવિધ પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદી પ્રક્રિયા, પગાર સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચા.
બનાસ ડેરી ભરતી અંગેની મહત્વની માહિતી
સંસ્થા બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ મિલ્ક પોડ્યુસર યુનિયન લિમિટેડ (બનાસ ડેરી) પોસ્ટ ઓફિસરથી લઈને સિનિયર એક્ઝિક્યુટીવ જગ્યા જાહેરાતમાં ઉલ્લેખ નથી જાહેરાત બહાર પડ્યાની તારીખ 3 જુલાઈ 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2024 વેબસાઈટ https://www.banasdairy.coop/ ક્યાં અરજી કરવી recruitment@banasdairy.coop (ઈ – મેઇલ) જોબ કોડ BNSFNA – 2024
બનાસ ડેરી ભરતીની પોસ્ટ
બનાસ ડેરીએ આપેલી જાહેરાત પ્રમાણે ઓફિરસ / સિનિયર ઓફિસર / જુનિયર એક્ઝિક્યુટીવ / આસિસ્ટન્ટ એક્ઝિક્યુટીવ / સિનિયર એક્ઝિક્યુટીવની પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
લાયકાત
બનાસ ડેરી ભરતી માટે અરજી કરના ઉમેદવારો પાસે 2થી 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જેમાં ટ્રેનિંગનો અનુભવ ગણવામાં આવશે નહીં. ઉમેદવારને ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.
કેવી રીતે અરજી કરવી?
બનાસ ડેરીની ભરતી માટે અરજી કરવા ઈચ્છા ઉમેદવારોએ જરૂરી સર્ટીફિકેટ્સની સ્કેન કોપી, અને બાયોડેટાને recruitment@banasdairy.coop ઈમેઈલ એડ્રેસ ઉપર મેઈલ કરવાનો રહેશે. ઉમેદવારોએ પોતાની અરજી 15 જુલાઈ 2024 છેલ્લી તારીખ સુધીમાં કરવાની રહેશે. વધારે માહિતી માટે ઉમેદવારોએ સંસ્થાની સત્તાવાર વેબસાઈટ ઉપર મુલાકાત લેવી.
આ પણ વાંચો
- સુરત મહાનગરપાલિકા ભરતી: ફાયર ખાતામાં લાખેણી સેલેરી વાળી નોકરી માટે ઉત્તમ તક, અહીં વાંચો બધી જ માહિતી
- અમદાવાદ મહાનગરપાલિકા ભરતી, ફાયર અને ઇમરજન્સી વિભાગમાં નોકરી, ₹ 2 લાખ સુધીનો પગાર, વાંચો સંપૂર્ણ માહિતી
બનાસ ડેરી ભરતીની ન્યૂઝ પેપરમાં આપેલી જાહેરાત
બનાસ ડેરી ભરતી અંતર્ગત પોસ્ટ, શૈક્ષણિક લાકયાત, પગાર ધોરણ, અરજી કરવાની પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, વય મર્યાદા, નોકરીનું સ્થળ સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આપેલી જાહેરાત વાંચવી.
ઉમેદવારો માટે ખાસ નોંધ
આ ભરતીની જાહેરાતમાં જણાવ્યા અમુલ ડેરીની ભગિની સંસ્થાઓમાં નોકરી કરતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. જોકે, આવા ઉમેદવારોએ NOC ફરજિયાત આપવાનું રહેશે.