સરકારી બેન્કોમાં નોકરી મેળવવાની ઇચ્છા રાખનાર ઉમેદવારો માટે એક ઉત્તમ તક આવી છે. બેન્ક ઓફ બરોડાએ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં રિક્રુટમેન્ટ 2022ની માટે એક નોટિફિકેશન જાહેર કર્યુ છે. આ સરકારી બેન્કે આઇટી પ્રોફેશનલની જગ્યા માટે ઓનલાઇન અરજીઓ મંગાવી છે. જો તમે નીચે જણાવેલી લાયકાત અને અનુભવ ધરાવો છો તો તમે બેન્ક ઓફ બરોડાની આ જગ્યા માટે અરજી કરી કરીને સરકારી બેન્કમાં નોકરી મેળવી શકો છો.
બેન્ક ઓફ બરોડ રિક્રુટમેન્ટ 2022 નોટિફિકેશન અનુસાર, ઓનલાઇન અરજીઓ 19 ઓક્ટોબરથી શરૂ થઇ ચૂકી છે અને અરજી કરવાની અંતિમ તારીખ 9 નવેમ્બર 2022 છે. ઉમેદવારોએ બેન્ક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ પરથી અરજી કરવાની રહેશે. ઉમેદવારોને ઓનલાઇન અરજી કરતી વખતે આ પદ માટે જરૂરી લાયકાત અને અનુભવ વિશેના નિયમો યોગ્ય રીતે વાંચી લેવાની સૂચના આપવામાં આવે છે.
કેટલી વેકેન્સી છે?
બેન્ક ઓફ બરોડામાં સીનિયર ક્વોલિટી એશ્યોરન્સ, ક્વોલિટી એશ્યોરન્સ એન્જિનિયર, જુનિયર ક્વોલિટી એશ્યોરન્સ એન્જિનિયર, સીનિયર ડેવલપર સહિત 10 પદો માટે કુલ 60 કર્મચારીઓની નિમણુંક કરવામાં આવશે.
કોણ અરજી કરી શકે?
ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે કોલેજમાંથી કોમ્પ્યુટર સાયન્સ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં બીઇ કે બીટેકનો અભ્યાસ કરેલો હોવો જોઇએ. ઉપરાંત તેઓ જે પદ માટે અરજી કરી રહ્યા છે તેનો અનુભવ ધરાવતા હોવા જોઇએ. વય મર્યાદાની વાત કરીયે તો યોગ્ય ઉમેદવારની ઉંમર 25 વર્ષ થી 40 વર્ષની વચ્ચે હોવી જોઇએ. અલબત્ત જે-તે પોસ્ટ અનુસાર વય મર્યાદા અલગ-અલગ છે. સંપૂર્ણ માહિતી માટે બેન્ક ઓફ બરોડાનું નોટિફિકેશન ધ્યાનથી વાંચો.
કેટલી અરજી ફી ચૂકવવી પડશે?
જનરલ, EWS અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 600 રૂપિયા અરજી ફી ચૂકવવી પડશે. તો એસસી, એસટી, પીડબ્લ્યુડી અને મહિલા ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે.
કેવી રીતે અરજી કરશો?
સ્ટેપ – 1 : સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જાઓ.
સ્ટેપ – 2 : હોમ પેજ પર ‘Current Opportunities’ પર ક્લિક કરો.
સ્ટેપ – 3 : ત્યાં ‘’Apply Now’ પર ક્લિક કરો.
સ્ટેપ – 4 : ઓનલાઇન એપ્લિકેશનમાં વિગત ભરો, સંબંધિત ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને અરજી ફી ચૂકવો.
સ્ટેપ – 5 : તમામ વિગતો ભર્યા બાદ એપ્લિકેશન સબમિટ પર ક્લિક કરો અને આગળ જઇ કન્ફોર્મેશન પેજ ડાઉનલોડ કરો અથવા તો તેની પ્રિન્ટઆઉટ કાઢીને તેની સાચવી રાખો.