BOB Recruitment 2023 : બેંક ઓફ બરોડા ભરતી, પોસ્ટ, લાયકાત, વય મર્યાદા સહિતની સંપૂર્ણ માહિતી અહીં વાંચો

Bank Of Baroda Recruitment 2023, BOB bharti 2023, notification, online apply : બેંક ઓફ બરોડાએ 250 જગ્યાઓ માટે ભરતી કરવા નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે બેંક ઓફ બરોડાએ સિનિયર મેનેજરની ભરતી માટે અરજીઓ મંગાવી છે.

Written by Ankit Patel
December 07, 2023 12:25 IST
BOB Recruitment 2023 : બેંક ઓફ બરોડા ભરતી, પોસ્ટ, લાયકાત, વય મર્યાદા સહિતની સંપૂર્ણ માહિતી અહીં વાંચો
બેંક ઓફ બરોડા ભરતી

Bank Of Baroda Recruitment 2023, BOB bharti 2023, notification, online apply : બેંકમાં નોકરી કરવા માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. બેંક ઓફ બરોડાએ 250 જગ્યાઓ માટે ભરતી કરવા નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે બેંક ઓફ બરોડાએ સિનિયર મેનેજરની ભરતી માટે અરજીઓ મંગાવી છે. લાયક અને સર ધરાવતા ઉમેદવારો 26 ડિસેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

BOB Recruitment 2023 : બેંક ઓફ બરોડા ભરતી, મહત્વની માહિતી

સંસ્થાબેંક ઓફ બરોડા
પોસ્ટસિનિયર મેનેજર -MSME સંબંધ (MMG/S-III)
કુલ ખાલી જગ્યા250
નોકરી સ્થળસમગ્ર ભારત
વય મર્યાદા27 વર્ષથી 37 વર્ષ
અરજી કરવાની શરુઆતની તારીખ06/12/2023
અરજી કરવાની છેલ્લી તારીખ26/12/2023
ક્યાં અરજી કરવીhttps://www.bankofbaroda.in/caree

BOB vacancy 2023 : બેંક ઓફ બરોડા ભરતી, શૈક્ષણિક લાયકાત

  • તમામ સેમેસ્ટર/વર્ષોમાં ઓછામાં ઓછા 60% ગુણ સાથે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક.
  • પોસ્ટ ગ્રેજ્યુએટ / MBA (માર્કેટિંગ અને ફાઇનાન્સ) અથવા સમકક્ષ વ્યાવસાયિક લાયકાત

BOB bharti 2023 : બેંક ઓફ બરોડા ભરતી, અનુભવ

  • અરજદાર પાસે રિલેશનશિપ/ક્રેડિટ મેનેજમેન્ટનો ઓછામાં ઓછો 8 વર્ષનો અનુભવ હોવો જોઈએ
  • અરજદાર પાસે રિલેશનશિપ/ક્રેડિટ મેનેજમેન્ટનો ઓછામાં ઓછો 6 વર્ષનો અનુભવ હોવો જોઈએ

BOB jobs 2023 : બેંક ઓફ બરોડા ભરતી, પગાર

બેંક ઓફ બરોડા ભરતી 2023 માટે પસંદ કરાયેલ ઉમેદવારોને રૂ.63840 x 1990 (5) – 73790 x 2220 (2) – 78230 નો માસિક પગાર આપવામાં આવશે.

BOB placement 2023 : બેંક ઓફ બરોડા ભરતી, પસંદગી પ્રક્રિયા:

BOB ભરતી 2023 ની પસંદગી જૂથ ચર્ચા અને/અથવા ઇન્ટરવ્યૂ પછી ઓનલાઈન ટેસ્ટના આધારે નક્કી કરવામાં આવશે. જે ઉમેદવારો ઓનલાઈન ટેસ્ટમાં લાયક ઠરે છે તેમને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઓનલાઈન ટેસ્ટની તારીખ, સમય અને સ્થળ પછીથી જણાવવામાં આવશે. ઓનલાઈન પરીક્ષાનું કામચલાઉ માળખું નીચે મુજબ હશે-

BOB Recruitment 2023 : બેંક ઓફ બરોડા ભરતી, અરજી ફી

સામાન્ય, EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ રૂ. 600 ચૂકવવાના રહેશે અને SC, ST, PWD અને મહિલા વર્ગના ઉમેદવારોએ BOB ભરતી 2023 માટે અરજી કરવા માટે અરજી ફી તરીકે રૂ. 100 ચૂકવવાના રહેશે.

BOB bharti 2023 : બેંક ઓફ બરોડા ભરતી, નોટિફિકેશન

BOB Recruitment 2023 : બેંક ઓફ બરોડા ભરતી, કેવી રીતે અરજી કરવી?

BOB ભરતી 2023ની અધિકૃત સૂચનામાં જણાવ્યા મુજબ જે ઉમેદવારો લાયકાતની આવશ્યકતાઓને પૂર્ણ કરે છે તેઓએ તેમની અરજી બેંક ઓફ બરોડાની અધિકૃત વેબસાઇટ મારફતે સમયમર્યાદા પર અથવા તે પહેલાં સબમિટ કરવાની રહેશે. અરજીના અન્ય કોઈ મોડને સ્વીકારવામાં આવશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ