/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Bank-Of-Baroda-recruitment-2023.jpg)
બેંક ઓફ બરોડા ભરતી
BOB Recruitment 2024, બેંક ઓફ બરોડા ભરતી : બેંકમાં પાર્ટ ટાઈમ નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. બેંક ઓફ બરોડાએ પાર્ટ ટાઇમ મેડિકલ કન્સલ્ટન્સની જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. એમડી અને એમબીબીએસની ડિગ્રી ધરાવતા ઉમેદવારો જ આ પોસ્ટ માટે અરજી કરવાની રહેશે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ આ પોસ્ટ માટે 28 માર્ચ 2024 સુધીમાં અરજી કરવાની રહેશે.
બેંક ઓફ બરોડા ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
બેંક ઓફ બરોડા ભરતી અંગે મહત્વની માહિતી
| સંસ્થા | બેંક ઓફ બરોડા |
| પોસ્ટ | મેડિકલ કન્સલ્ટન્ટ |
| જગ્યા | 1 |
| નોકરી પ્રકાર | પાર્ટ ટાઇમ - કરાર આધારિત |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 28-3-2024 |
લાયકાત
- ઉમેદવારો પાસે MD પાસ કર્યા પછી ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ સાથે જનરલ મેડિસિન (મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્ય PG લાયકાત) માં M.D ડિગ્રી હોવી આવશ્યક છે.
- ઉમેદવારો પાસે MBBS ડિગ્રી હોવી જોઈએ અને MBBS પછી ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ
ક્યાં અરજી કરવી?
BOB ભરતી 2024 માટે પાત્રતાના માપદંડોને પૂર્ણ કરતા રસ ધરાવતા ઉમેદવારો અરજી ફોર્મ ભરીને પોસ્ટ ચીફ મેનેજર, [HRM-OA), બેંક ઓફ બરોડા, ઝોનલ ઓફિસ, લખનૌ, “બરોડા હાઉસ” IIIrd Floor, V-23, પોસ્ટ દ્વારા મોકલી શકે છે. વિભૂતિ ખંડ, ગોમતી નગર, લખનૌ-226010. અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 28.03.2024 છે.
આ પણ વાંચોઃ- મહિલા કેમ્પસ ભરતી: કેમ્પસ પ્લેસમેન્ટમાં મહિલાઓની ભરતી 5 ટકા વધી, આ સેક્ટરમાં સૌથી વધુ હાયરિંગ
BOB ભરતી 2024 માટે પગાર
બેંક ઓફ બરોડા ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારને આપવામાં આવતો પગાર નીચે આપેલ છે.
| પોસ્ટ | પગાર |
| MBBS | ₹ 30,000 |
| MD | ₹ 40,000 |
પોસ્ટ - પગાર
MBBS ₹ 30,000
MD ₹ 40,000
બેંક ઓફ બરોડા ભરતી નોટિફિકેશન
બેંક ઓફ બરોડા ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.
વય મર્યાદા
BOB ભરતી 2024 માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોની ઉંમર 55 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
કાર્યકાળ
બેંક ઓફ બરોડા ભરતીની સત્તાવાર સૂચના અનુસાર નિમણૂક 01 વર્ષના સમયગાળા માટે છે અને કરાર 01 વર્ષના પ્રારંભિક સમયગાળા સહિત 03 વર્ષ માટે રિન્યુએબલ છે, વર્ષના અંત પછી સમીક્ષાને આધીન છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us