Bank Of Baroda Recruitment 2025, બેંક ઓફ બરોડા ભરતી 2025 : હવે તમે બેંકમાં અધિકારી બનવાનું તમારું સ્વપ્ન પૂર્ણ કરી શકો છો. બેંક ઓફ બરોડાએ ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, પ્રોડક્ટ સહિત વિવિધ 330 જગ્યાઓ માટે નવી ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે બેંક દ્વારા ઉમેદવારો પાસેથી અરજીઓ પણ મંગાવવામાં આવી છે.
બેંક ઓફ બરોડા ભરતી અંતર્ગત વિવિધ મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી અંહી વાંચો.
બેંક ઓફ બરોડા ભરતી અંગેની માહિતી
સંસ્થા બેંક ઓફ બરોડા (BOB)પોસ્ટ વિવિધ મેનેજરજગ્યા 330વય મર્યાદા વિવિધએપ્લિકેશન મોડ ઓનલાઈનઅરજી કરવાની છેલ્લી તારીખ 19 ઓગસ્ટ 2025ક્યાં અરજી કરવી www.bankofbaroda.in
BOB ભરતી 2025 પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યાડેપ્યુટી મેનેજર(ડિજિટલ) 20આસિસ્ટન્ટ મેનેજર (MSME) 300ડેપ્યુટી મેનેજર(રિસ્ક મનેજમેન્ટ) 10કુલ 330
BOB bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત
બેંક ઓફ બરોડાની આ ભરતી માટે ફોર્મ ભરવા માટે વિવિધ લાયકાત નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો પાસે કોમ્પ્યુટર સાયન્સ/ઇન્ફર્મેશન ટેકનોલોજી અથવા સંબંધિત ક્ષેત્રમાં બેચલર ડિગ્રી/બીએસસી (આઇટી)/બીસીએ/એમસીએ/બીઇ/બીટેક (કોમ્પ્યુટર સાયન્સ/ઇન્ફર્મેશન ટેકનોલોજી/ઇન્ફર્મેશન સિક્યુરિટી/સાયબર સિક્યુરિટી/ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન/સોફ્ટવેર એન્જિનિયર) હોવી જોઈએ.
આ ઉપરાંત, એમસીએ/પીજીડીસીએ/કોમ્પ્યુટર સાયન્સ/ઇન્ફર્મેશન ટેકનોલોજી/ઇન્ફર્મેશન સિક્યુરિટી/સાયબર સિક્યુરિટી/ઇલેક્ટ્રોનિક્સ/ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન/સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ME/MTech/MSc અથવા સમકક્ષ ડિગ્રી અથવા કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન ડિગ્રી પણ પોસ્ટ મુજબ અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત સાથે પોસ્ટ સંબંધિત અનુભવ માંગવામાં આવે છે. ઉમેદવારો આ બેંક ભરતીની વિગતવાર સૂચનામાંથી લાયકાત સંબંધિત વિગતવાર માહિતી પણ ચકાસી શકે છે.
વય મર્યાદા
ફોર્મ ભરવા માટે ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 24 વર્ષ અને મહત્તમ ઉંમર 45 વર્ષ છે. જો કે, પોસ્ટ પ્રમાણે વય મર્યાદા અલગ અલગ છે. અનામત શ્રેણીઓને નિયમો મુજબ ઉપલી ઉંમર મર્યાદામાં પણ છૂટછાટ મળશે.
અરજી ફી
બિન અનામત/OBC/EWS શ્રેણીના ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે 850 રૂપિયા ચૂકવવાના રહેશે. તે જ સમયે, SC/ST/PWD/ESM અને મહિલા ઉમેદવારોએ 175 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટિંગ/વ્યક્તિગત ઇન્ટરવ્યુ વગેરે દ્વારા કરવામાં આવશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
કેવી રીતે અરજી કરવી?
- આ ભરતીમાં અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા બેંકની સત્તાવાર વેબસાઇટ www.bankofbaroda.in ની મુલાકાત લેવી પડશે.
- અહીં હોમપેજ પર કારકિર્દી વિભાગ પર જાઓ.
- હવે વર્તમાન ઓપનિંગમાં ભરતીની લિંક પર જાઓ.
- અરજી શરૂ કરવા માટે, પહેલા તમારે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
- હવે ફરીથી લોગિન કરો અને ફોર્મમાં પૂછવામાં આવેલી વધુ વિગતો કાળજીપૂર્વક ભરો.
- આ પછી ફોટો અને સહી યોગ્ય કદમાં અપલોડ કર
- ફોર્મ અંતિમ સબમિટ કર્યા પછી, ભવિષ્ય માટે તેનું પ્રિન્ટઆઉટ સુરક્ષિત રાખો.
- આ ભરતી સંબંધિત અન્ય કોઈપણ માહિતી માટે, તમે બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.





