/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/bank-of-baroda-recruitmebt-2025.jpg)
બેંક ઓફ બરોડા ભરતી - photo- Social media
Bank of baroda recruitment 2025, બેંક ઓફ બરોડા ભરતી : બેંકમાં નોકરી મેળવવાની રાહ જોઈને બેઠલા ઉમેદવારો માટે બેંકમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. બેંક ઓફ બરોડા દ્વારા ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં એંગેજમેન્ટ એપ્રેન્ટીસની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. બેંક દ્વારા 4000 જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ માટે અરજી પ્રક્રિયા આજે 19-2-2025, બુધવારના દિવસથી શરુ થઈ ગઈ છે. જે આગામી 11-3-2025 સુધી ચાલશે.
બેંક ઓફ બરોડા ભરતી અંતર્ગત એપ્રેન્ટીસની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
બેંક ઓફ બરોડા ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | બેંક ઓફ બરોડા |
| પોસ્ટ | એેંગેજમેન્ટ એપ્રેન્ટીસ |
| જગ્યા | 4000 |
| વયમર્યાદા | 20-28 વર્ષ વચ્ચે |
| નોકરીનું સ્થળ | દેશભર |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 19-2-2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 11-3-2025 |
| ક્યાં અરજી કરવી | https://www.apprenticeshipindia.gov.in |
પોસ્ટની વિગતો
બેંક ઓફ બરોડા દ્વારા એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ દેશભરમાં 4000 જેટલી એપ્રેન્ટીસ જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે અરજી પ્રક્રિયા આજથી 19-2-2025ના રોજથી શરુ થઈ ગઈ છે જે આગામી મહિનામાં 11-3-2025 અંતિમ તારીખ સુધી ચાલશે.
ગુજરાતમાં ક્યાં કેટલી જગ્યા
| વિસ્તાર | જગ્યા |
| અમદાવાદ | 100 |
| અમરેલી | 12 |
| આણંદ | 10 |
| અરવલ્લી | 12 |
| બનાસકાંઠા | 26 |
| ભરૂચ | 20 |
| ભાવનગર | 20 |
| બોટાદ | 6 |
| છોટા ઉદેપુર | 7 |
| દાહોદ | 10 |
| ગાંધીનગર | 110 |
| ગીર સોમનાથ | 7 |
| જામનગર | 10 |
| જૂનાગઢ | 10 |
| ખેડા | 10 |
| કચ્છ | 10 |
| મહિસાગર | 15 |
| મહેસાણા | 10 |
| મોરબી | 7 |
| નર્મદા | 6 |
| નવસારી | 10 |
| પંચમહાલ | 10 |
| પાટણ | 7 |
| રાજકોટ | 30 |
| સાબરકાંઠા | 10 |
| સુરત | 20 |
| સુરેન્દ્રનગર | 8 |
| વડોદરા | 50 |
| વલસાડ | 10 |
શૈક્ષણિક લાયકાત
બેંક ઓફ બરોડા ભરતી અંતર્ગત એપ્રેન્ટીસ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાચ કરીએ તો ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ એટલે કે કોલેજ પાસ ઉમેદવાર આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે.
વય મર્યાદા
આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 28 વર્ષ અને લઘુતમ ઉંમર 20 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયામ અનૂસાર ઉંમરમાં છુટ મળવા પાત્ર રહેશે.
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પંસદ પામેલા ઉમેદવારોને સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલા ધારા ધોરણ પ્રમાણે સ્ટાઈપન્ડ આપવામાં આવશે
| ક્ષેત્ર | સ્ટાઈપન્ડની રમક |
| મેટ્રો-અર્બન બ્રાન્ચ | ₹ 15000 પ્રતિ માસ |
| ગ્રામ્ય અને સેમી અર્બન બ્રાન્ચ | ₹ 12000 પ્રતિ માસ |
નોટિફિકેશન
કેવી રીતે અરજી કરવી
- ઉમેદવારોએ પ્રથમ ફરજિયાતપણે, ભારત સરકારના એપ્રેન્ટિસશીપ પોર્ટલ એટલે કે NATS પોર્ટલ https://nats.education.gov.in ("સ્ટુડન્ટ રજિસ્ટર/લૉગિન" વિભાગ પર નેવિગેટ કરો) અને NAPS પોર્ટલ https://www.apprenticeshipindia.gov.in પર, જો લાયક હોય તો, ફરજિયાતપણે પોતાની નોંધણી કરાવવી જોઈએ.
- ઉમેદવારે એક જ રાજ્ય માટે અરજી કરવાની રહેશે. એક કરતા વધુ રાજ્ય પસંદ નહીં કરી શકે
ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.
ઉમેદવારોને સૂચન છે કે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us