Bank Of Baroda Recruitment 2024, બેંક ઓફ બરોડા ભરતી 2024: બેંકમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા અને નોકરી શોધતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. બેંક ઓફ બરોડાએ વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. બેંક ઓફ બરોડા દ્વારા કરાર આધારિત અને નિયમિત પોસ્ટ માટે કૂલ 627 ખાલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 2 જુલાઈ 2024 છેલ્લી તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
બેંકિંગ ક્ષેત્રમાં તેમની કારકિર્દી શરૂ કરવા અને સૂચનામાં દર્શાવેલ પાત્રતાના માપદંડોને પૂર્ણ કરવા ઇચ્છુક સંભવિત ઉમેદવારોએ બેંક ઓફ બરોડા ભરતી માટે પોસ્ટ, લાયકાત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા સહિતની તમામ મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.
બેંક ઓફ બરોડા ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા બેંક ઓફ બરોડા પોસ્ટ વિવિધ જગ્યા 627 અરજી ફી 100થી 600 વય મર્યાદા 24થી 45 વર્ષ વચ્ચે ક્યાં અરજી કરવી bankofbaroda.in અરજી કરવાની છેલ્લી તારીખ 2 જુલાઈ 2024
કેટલી જગ્યાઓ પર ભરતી થશે
અધિકારીઓએ આ ભરતી અભિયાન દ્વારા કુલ 627 ખાલી જગ્યાઓ ભરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમાંથી 459 ખાલી જગ્યાઓ વૈધાનિક ધોરણે અને 168 નિયમિત ધોરણે ભરવામાં આવશે.
બેંક ઓફ બરોડા ભરતી પોસ્ટની વિગતે માહિતી
પોસ્ટ ગ્રેડ ખાલી જગ્યા ફોરેક્સ એક્વિઝિશન અને રિલેશનશિપ મેનેજર MMGS II 11 ફોરેક્સ એક્વિઝિશન અને રિલેશનશિપ મેનેજર MMG/S-III 4 ક્રેડિટ એનાલિસ્ટ MMGS II 10 ક્રેડિટ એનાલિસ્ટ MMG/S-III 70 રિલેશનશિપ મેનેજર MMGS II 40 રિલેશનશિપ મેનેજર MMG/S-III 22 સિનિયર મેનેજર- બિઝનેસ ફાઇનાન્સ MMGS III 4 મુખ્ય વ્યવસ્થાપક- આંતરિક નિયંત્રણો SMGS IV 3
આવશ્યક શૈક્ષણિક લાયકાત
સૂચના અનુસાર આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરવા માટે, ઉમેદવાર માન્ય સંસ્થામાંથી સ્નાતક હોવો આવશ્યક છે. પાત્રતા સંબંધિત વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર સૂચના ચકાસી શકે છે.
વય મર્યાદા
આ ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 24 વર્ષથી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો કે, અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.
પગાર ધોરણ (સમય સમય પર સુધારેલ પ્રમાણે)
- MMGS II : ₹ 64820 x 2340 (1) – 67160 x 2680 (10) – 93960
- MMGS III : ₹ 85920 x 2680 (5) – 99320 x 2980 (2) – 105280
- SMG/S-IV : ₹ 102300 x 2980 (4) – 114220 x 3360 (2) – 120940
આ પણ વાંચોઃ- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં સારા પગારની નોકરીઓ બહાર પડી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
કેટલી અરજી ફી ચૂકવવી પડશે
આ ભરતી ડ્રાઈવ માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. અરજી કરનાર OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 600 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC, ST, PWD અને મહિલા ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.
આ પણ વાંચોઃ- રાજકોટ મહાનગરપાલિકા ભરતી : એન્જીનિયર યુવાનો માટે રાજકોટમાં નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો તમામ માહિતી
બેંક ઓફ બરોડા ભરતીની મહત્વની તારીખો
બેંક ઓફ બરોડાની ભરતી પરીક્ષાનું આયોજન કરતી સંસ્થા 12 જૂનથી 2 જુલાઈ સુધી ઓનલાઈન અરજી વિન્ડો ખુલ્લી રાખશે. કોઈપણ સંજોગોમાં નિયત તારીખ પછી કોઈપણ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
નોટિફિકેશન
બેંક ઓફ બરોડા ભરતી માટે પોસ્ટ, લાયકાત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા સહિતની તમામ મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
બેંક ઓફ બરોડા ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી?
બેંક ઓફ બરોડા ભરતી માટે અરજી કરવા ઉમેદાવરોએ નીચેના સ્ટેપ અનુસરવા.
- બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in ની મુલાકાત લો.
- હોમપેજ પર ઉપલબ્ધ ઓનલાઈન એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
- જરૂરી વિગતો દાખલ કરીને અરજી ફોર્મ ભરો. બધા જરૂરી દસ્તાવેજો નિર્દિષ્ટ કદ અને ફોર્મેટમાં અપલોડ કરો.
- કોઈ ભૂલો નથી તેની ખાતરી કરવા માટે ફોર્મની સંપૂર્ણ સમીક્ષા કરો.
- એકવાર આ થઈ જાય, અરજી ફી ચૂકવો અને ઓનલાઈન ફોર્મ સબમિટ કરો.
- ભવિષ્યના સંદર્ભ માટે બેંક ઓફ બરોડા એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
ઉમેદવારો માટે ખસા નોંધ – બેંક ઓફ બરોડા ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશનને ઝીણવટ પૂર્વક વાંચવું ત્યારબાદ અરજી ફોર્મ ભરવું.