Bank of India Recruitment 2024, બેંક ઓફ ઈન્ડિયા ભરતી : બેંકમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ અધિકારીની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે બેંક 143 જગ્યાઓ ભરશે. આ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઈટ ઉપર 10 એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની જાણકારી જાણવા માટે ઉમેદવારો આ સમાચાર અંત સુધી વાંચે.
બેંક ઓફ ઈન્ડિયા ભરતી, મહત્વની માહિતી
સંસ્થા બેંક ઓફ ઈન્ડિયા પોસ્ટ વિવિધ કુલ જગ્યા 143 વય મર્યાદા 21થી 37 વર્ષ અરજી કરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2024 ક્યા અરજી કરવી https://bankofindia.co.in/
અરજી ફી
કેટેગરી ફીની રકમ જનરલ ₹850 SC/ST/PWD ₹175
વય મર્યાદા
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2024ની સત્તાવાર સૂચનામાં જણાવ્યા મુજબ, ઉલ્લેખિત જગ્યાઓ માટે અરજી કરવા માટેની લઘુત્તમ અને મહત્તમ વય મર્યાદા 21 વર્ષથી 37 વર્ષ છે.
પગાર
બેંક ઓફ ઇન્ડિયા ભરતી માટે વિવિધ પોસ્ટ અને તેનો પગાર નીચે કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યો છે. જોકે, આ વેતન લઘુત્તમ અને મહત્તમ વેતન દર્શાવ્યું છે. પગાર અંગે સંપૂર્ણ વિગતો માટે આપેલનું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
પોસ્ટ પગાર મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-II (MMGS-II) ₹ 48170 થી ₹ 93960 સુધી મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-III (MMGS-III) ₹ 63840 થી ₹ 105280 સુધી સિનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-IV (SMGS-IV) ₹ 76010થી ₹ 120940 સુધી
આ પણ વાંચોઃ- UPSC Jobs : યુપીએસસી દ્વારા 147 પદો પર ખાસ ભરતી, 35 થી 50 વર્ષના ઉમેદવાર અરજી કરી શકશે
કેવી રીતે અરજી કરવી
- સૌથી પહેલા બેંક ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ bankofindia.co.in પર જાઓ.
- આ પછી કારકિર્દી અથવા ભરતી વિભાગ પર ક્લિક કરો.
- હવે Apply Online અથવા New Registration લિંક પર ક્લિક કરો.
- નામ, સરનામું સહિત તમામ વિનંતી કરેલી માહિતી દાખલ કરો.
- જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
- નવીનતમ ગીતો સાંભળો, ફક્ત JioSaavn.com પર
- છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
બેંક ઓફ ઈન્ડિયા ભરતી: નોટિફિકેશન
બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની જાણકારી જાણવા માટે ઉમેદવારો આપેલનું નોટિફિકેશન.
આ પણ વાંચોઃ- સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી : જુનિયર એન્જીનિયરોની ભરતી, સરકારી નોકરી માટે કરો અરજી
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયામાં અરજદારો અને લાયક ઉમેદવારોની સંખ્યાના આધારે ઓનલાઈન ટેસ્ટ અથવા વ્યક્તિગત ઈન્ટરવ્યુનો સમાવેશ થશે. ઓનલાઈન પરીક્ષામાં અંગ્રેજી ભાષા, પોસ્ટ સાથે સંબંધિત વ્યવસાયિક જ્ઞાન અને બેંકિંગ ઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને સામાન્ય જાગૃતિ આવરી લેવામાં આવશે. નોંધનીય છે કે, પરીક્ષા, અંગ્રેજી ભાષા વિભાગ સિવાય, અંગ્રેજી અને હિન્દી બંનેમાં ઉપલબ્ધ રહેશે. અંગ્રેજી ભાષાની પરીક્ષા ક્વોલિફાઇંગ પ્રકૃતિની હશે અને મેરિટ લિસ્ટમાં યોગદાન આપશે નહીં.