bank of Maharashtra job exam details: બેંક ઓફ મહારાષ્ટ્ર (BOM) ભરતી 2023: બેંક ઓફ મહારાષ્ટ્ર (BOM)માં નોકરી મેળવવાની એક બેસ્ટ તક છે. બેંક ઓફ મહારાષ્ટ્રે દેશભરની વિવિધ હેડ ઓફિસ અને બ્રાન્ચ માટે સ્કેલ 2 અને સ્કેલ-3 માટે નવા કર્મચારીઓની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. જેમાં સ્કેલ-2માં 300 અને સ્કેલ-3માં 100 નવા કર્મચારીની ભરતી કરાશે. આ બેંક જોબ માટે ઓનલાઇન એક્ઝામ લેવાશે. જાણો બેંક ઓફ મહારાષ્ટ્રની જોબ માટે અરજી કરવાની તારીખથી લઇ તમામ વિગતો
બેંક ઓફ મહારાષ્ટ્ર સ્કેલ-2 અને સ્કેલ-3 પર કુલ 400 કર્મચારીની ભરતી કરશે
- પદની કુલ સંખ્યાઃ- કુલ 400 (સ્કેલ-2 પર 300 અને સ્કેલ-3 પર 100 નવી ભરતી કરાશે)
- એક્ઝામઃ- ઓનલાઇન એક્ઝામ લેવાશે
- અરજી કરવાની છેલ્લી તારીખઃ- 25 જુલાઇ, 2023
- અરજી ક્યાં કરવીઃ- bankofmaharashtra.in
ઓફિશિયલ નોટિફિશનની PDF:- ડાઉનલોડ કરો
- પગાર ધોરણઃ- સ્કેલ-2 માટે 63840-1990/5-73790-2220/2-78230
- પગાર ધોરણઃ- સ્કેલ-3 માટે 48170-1740/1-49910-1999/10-69810
BOM સ્કેલ-2ના પદ માટેની શૌક્ષણિક લાયકાતઃ
ભારત સરકાર અથવા તેના રેગ્યુલેટેડ સંસ્થાઓ દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી તમામ સેમેસ્ટર/વર્ષ (SC/ST/OBC/PwBD માટે 55%)ના ઓછામાં ઓછા કુલ 60% ગુણ સાથે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી. ભારત સરકાર કે નિયમનકારી સંસ્થાઓ દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/ સંસ્થા કે બોર્ડમાંથી JAIIB અને CAIIB પાસ અથવા સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી/સંસ્થા/બોર્ડમાંથી CA/CMA CFA જેવી પ્રોફેશનલ લાયકાત ઇચ્છનિય રહેશે. .
BOM સ્કેલ-3ના પદ માટેની શૌક્ષણિક લાયકાતઃ
ભારત સરકાર અથવા તેના નિયમનકારી સંસ્થાઓ દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી સંસ્થામાંથી તમામ સેમેસ્ટર/વર્ષ (SC/ST/OBC/PwBD માટે 55%)ના ઓછામાં ઓછા કુલ 60% ગુણ સાથે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી. ભારત સરકાર કે નિયમનકારી સંસ્થાઓ દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/ સંસ્થા કે બોર્ડમાંથી JAIIB અને CAIIB પાસ અથવા સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી/સંસ્થા/બોર્ડમાંથી CA/CMA CFA જેવી પ્રોફેશનલ લાયકાત ઇચ્છનિય રહેશે.
ઓનલાઇન અરજી ક્યાં કરવી:-
ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટ એટલે કે bankofmaharashtra.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ લિંક આવતીકાલે એટલે કે 13 જુલાઈ, 2023ના રોજ સક્રિય થશે અને અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 25 જુલાઈ, 2023 છે.
અનુભવ:
- સ્કેલ 2: 3 વર્ષનો અનુભવ
- સ્કેલ 3: 5 વર્ષનો અનુભવ
વય મર્યાદા:
- સ્કેલ 2: 25 થી 35 વર્ષ
- સ્કેલ 3: 25 થી 38 વર્ષ
એપ્લિકેશન ફી:
- બિન અનામત/EWS/ઓબીસી ઉમેદવારો માટે 1180 રૂપિયા એપ્લિકેશન ફી
- SC/ST/PWD ઉમેદવારો માટે 118 રૂપિયા એપ્લિકેશન ફી
BOM ઓફિસરની પસંદગી પ્રક્રિયા 2023
ઉમેદવારોએ ઓનલાઈન પરીક્ષા અને ઈન્ટરવ્યુમાં પાસ થવું જરૂરી છે.કુલ પદોમાંથી અંતિમ પસંદગીમાં બિન અનામત અને ઇડબ્લ્યુએસ (EWS) ઉમેદવારો માટે 50% અને SC/ST/OBC/PWD માટે 45% બેઠક હશે.
BOM ઓફિસર એક્ઝામની પેટર્ન
ઓનલાઇન એક્ઝામમાં ઓબ્જેક્શન ટાઇમના પ્રશ્નો પુછાશે, આ બેંક એક્ઝામ કુલ 150 માર્કની હશે. આ એક્ઝામમાં અંગ્રેજી ભાષા, ક્વોનિટેટિવ એપ્લિટ્યુડ, રિઝનિંગ એબિલિટી અને પ્રોફેશનલ નોલેજ આધારિત પ્રશ્નો પુછાશે. બેંક એક્ઝામમાં દરેક વિષય માટે 20 મિનિટનો સમય મળશે.





