Bank of Maharashtra Officers Recruitment 2025: બેંકમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા જનરલિસ્ટ અધિકારી પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં, જનરલિસ્ટ અધિકારી સ્કેલ-II ની કુલ 500 જગ્યાઓ પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ bankofmaharashtra.in ની મુલાકાત લેવાની રહેશે.અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2025 નક્કી કરવામાં આવી છે.
બેંક ઓફ મહારાષ્ટ્રા ભરતી અંતર્ગત જનરલિસ્ટ અધિકારી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
બેંક ઓફ મહારાષ્ટ્ર ભરતીની મહત્વની માહિતી
સંસ્થા બેંક ઓફ મહારાષ્ટ્ર પોસ્ટ જનરલિસ્ટ અધિકારી જગ્યા 500 વયમર્યાદા 22થી 35 વર્ષ એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2025 ક્યાં અરજી કરવી www.bankofmaharashtra.in
BOM Bharti 2025 પોસ્ટની વિગતો
કેટેગરી જગ્યા એસસી 75 એસટી 37 ઓબીસી 135 ઈડબ્લ્યુએસ 50 યુઆર 203 કુલ 500
શૈક્ષણિક લાયકાત
ભારત સરકાર અથવા તેની નિયમનકારી સંસ્થાઓ દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી / સંસ્થામાંથી તમામ સેમેસ્ટર / વર્ષોના કુલમાં ઓછામાં ઓછા 60% ગુણ (SC / ST / OBC / PWD માટે 55%) સાથે કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી / સંકલિત ડ્યુઅલ ડિગ્રી અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવું જરૂરી છે.
ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચનામાં ભરતી માટે પાત્રતા અને શૈક્ષણિક લાયકાત તપાસવાની સલાહ આપવામાં આવે છે.
વય મર્યાદા
અરજી કરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 22 વર્ષ અને મહત્તમ ઉંમર 35 વર્ષ છે. અનામત શ્રેણીના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. ઉમેદવારોની ઉંમર 31 જુલાઈ 2025 ના આધારે ગણવામાં આવશે.
અરજી ફી
- જનરલ, OBC અને EWS શ્રેણીના ઉમેદવારોએ અરજી કરવા માટે 1180 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.
- SC, ST અને PwBD શ્રેણીના ઉમેદવારોએ અરજી કરવા માટે 118 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.
પગાર
ઉમેદવારોએ પગાર માટે વિગતવાર માહિતી જાણવા આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
કેવી રીતે અરજી કરવી?
ઉમેદવારો બેંકની વેબસાઇટ www.bankofmaharashtra.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે‘કારકિર્દી → ભરતી પ્રક્રિયા → વર્તમાન ખાલી જગ્યાઓ’ પર ક્લિક કરો“સ્કેલ II માં અધિકારીઓની ભરતી ~ પ્રોજેક્ટ 2025-26” ની ભરતી માટે ઓનલાઈન અરજી લિંક ખોલો“APPLY ONLINE” વિકલ્પ પર ક્લિક કરો જે એક નવી સ્ક્રીન ખોલશે.અહીં માંગેલી વિગતો ધ્યાનપૂર્વક ભરીને ફોર્મ સબમીટ કરવુંભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ચ કાઢી લેવી.





