Bank Of Maharashtra Recruitment 2025, બેંક ઓફ મહારાષ્ટ્ર ભરતી 2025: બેંકમાં નોકરી મેળવવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે બેંક નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. બેંક ઓફ મહારાષ્ટ્રે અલગ-અલગ સ્કેલ II, III, IV, V, VI, અને VII હેઠળ સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. બેંકે આ 172 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
બેંક ઓફ મહારાષ્ટ્ર ભરતી અંતર્ગત જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર સહિત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
બેંક ઓફ મહારાષ્ટ્ર ભરતી માટેની અગત્યની વિગતો
સંસ્થા બેંક ઓફ મહારાષ્ટ્ર પોસ્ટ જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર સહિત વિવિધ જગ્યા 172 નોકરીનો પ્રકાર કાયમી વય મર્યાદા વિવિધ એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 ક્યાં અરજી કરવી bankofmaharashtra.in
બેંક ઓફ મહારાષ્ટ્ર કઈ પોસ્ટની કેટલી જગ્યા?
પોસ્ટ જગ્યા જનરલ મેનેજર- ડિજિટલ ટ્રાન્સ્ફોર્મેશન 1 ડેપ્યુટી જનરલ મેનેજર – આઇટી એન્ટરપ્રાઇઝ અને ડેટા આર્કિટેક્ટ 1 ડેપ્યુટી જનરલ મેનેજર – આઇટી એન્ડ ડિજિટલ પ્રોજેક્ટ 1 આસિ.જન.મેનેજર, ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓડિટ 3 આસિ.જન.મેનેજર,DevSecOps 1 આસિ.જન.મેનેજર,API & Interface 1 આસિ.જન.મેનેજર,Middleware 1 આસિ.જન.મેનેજર,Software 1 આસિ.જન.મેનેજર,Cyber Security 1 ચીફ મેનેજર,– IT Cloud Operations 1 ચીફ મેનેજર,IT Infrastructure 1 ચીફ મેનેજર, સોફ્ટવેર 1 સિનિયર મેનેજર,Cyber Security 3 સિનિયર મેનેજર,– Data Specialist 5 સિનિયર.મેનેજર, ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓડિટ 5 મેનેજર, – Network & Security 3 મેનેજર, ડિજિટલ ચેનલ 2 જનરલ મેનેજર, Integrated Risk Management 1 સિનિયર મેનેજર, Risk Analytics & Risk Management 30 ડે.જનરલ મેનેજર, Company Secretary 1 આસિ.જનરલ મેનેજર, સિવિલ 1 ચીફ મેનેજર, સિવિલ 1 મેનેજર, ઇલેક્ટ્રીકલ 1 મેનેજર, સિવિલ 2 આસિ.જનરલ મેનેજર, ઈકોનોમિસ્ટ 1 ચીફ મેનેજર, ઇકોનોમિસ્ટ 2 આસિ.જનરલ મેનેજર, ટ્રેઝરી 3 સનિયર મેનેજર, ફોરેક્સ 10 મેનેજર, ફોરેક્સ 5 આસિ.જનરલ મેનેજર, – Employee Resource Planning & Career Development 1 આસિ.જનરલ મેનેજર. PR 1 આસિ.જનરલ મેનેજર, સિક્યુરીટી 1 ચીફ મેનેજર, ક્રેડિટ 12 સિનિયર મેનેજર,ક્રેડિટ 30 મેનેજર, ક્રેડિટ 25 ચીફ મેનેજર, CA 2 સિનિયર મેનેજર, CA 3 સિનિયર મેનેજર,Anti Money Laundering & CFT 5 મેનેજર, આર્કિટેક 1
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારોએ સંબંધિત ક્ષેત્રમાં માસ્ટર ડિગ્રી સાથે ઓછામાં ઓછું BTech અથવા BE પૂર્ણ કર્યું હોવું જોઈએ. વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે માટે ઉમેદવારે દરેક પોસ્ટની શૈક્ષણિક લાયકાત જાણવા માટે આ લેખમાં આપેલા નોટિફિકેશનને ધ્યાન પૂર્વ વાંચવું.
ઉંમર મર્યાદા
પોસ્ટના આધારે ઉમેદવારોની ઉંમર 22 થી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવામાં આવે છે. “પાત્રતા માપદંડ (ઉંમર, લાયકાત, કાર્ય અનુભવ) અને અન્ય વિગતો માટેની કટ-ઓફ તારીખ 31.12.2024 છે,.
અરજી ફી
કેટેગરી ફી (18% GST સહિત) જનરલ/EWS/OBC ₹1180 SC/ST/PwBD ₹ 118
કેવી રીતે અરજી કરવી?
- ઓનલાઈન અરજી કરવા માટે બેંક ઓફ મહારાષ્ટ્રની વેબસાઈટ bankofmaharashtra.in ની મુલાકાત લો
- ભરતી લિંક પર ક્લિક કરો અને તમારી જાતને નોંધણી કરો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને એપ્લિકેશન ફી ચૂકવો
- ફોર્મ સબમિટ કરો અને પ્રીન્ટ કાઢી લેવી
પસંદગી પ્રક્રિયા
આ જગ્યાઓ માટે ઉમેદવારોની અંતિમ પસંદગી ઇન્ટરવ્યુમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે. કુલ 100 માર્કસમાંથી, સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 50 માર્કસ અને SC/ST/PWD ઉમેદવારોએ ઓછામાં ઓછા 45 માર્કસ મેળવવા જોઈએ.
ગુજરાતમાં અને દેશ વિદેશમા ચાલતી વિવિદ ભરતીઓ વિશે વધુ અહીં વાંચો
નોટિફિકેશન
ઉમેદવારોને ખાસ સૂચન છે કે બેંક ઓફ મહારાષ્ટ્રની ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.





