BAOU Recruitment 2024, ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ભરતીઃ અમદાવાદમાં સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પોસ્ટ વિવિધ જગ્યા 4 વયમર્યાદા વિવિધ એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 22-1-2025 ક્યાં અરજી કરવી https://baou.edu.in/
પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા કેટેગરી ડેપ્યુટી રજીસ્ટાર (એડમિશન) 1 UR ઓફિસ અધીક્ષક 1 Pwd(B,LV) રિસર્ચ એનાલિસ્ટ 1 UR રિસર્ચ આસિસ્ટન્ટ 1 UR કુલ 4
શૈક્ષણિક લાયકાત
ડેપ્યુટી રજીસ્ટાર (એડમિશન)
- માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછા 55% ગુણ અથવા “B” ના સમકક્ષ ગ્રેડ
- પે મેટ્રિક્સ 10 અને તેનાથી ઉપરના અનુભવ શૈક્ષણિક વહીવટ સાથે સહાયક પ્રોફેસર તરીકે નવ વર્ષનો અનુભવ
- શૈક્ષણિક વહીવટ, અથવાસંશોધન સ્થાપના અને/અથવા ઉચ્ચ શિક્ષણની અન્ય સંસ્થામાં તુલનાત્મક અનુભવ
- સહાયક રજિસ્ટ્રાર તરીકે અથવા તેની સમકક્ષ પોસ્ટમાં 5 વર્ષનો અનુભવ.
ઓફિસ અધીક્ષક
- માસ્ટર ડિગ્રી ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે અથવા એ
- પગાર સ્તર 4 માં વરિષ્ઠ ક્લાર્ક તરીકે પાંચ વર્ષનો અનુભવ અથવા
- પગાર સ્તર 6 માં કારકુન વડા તરીકે ત્રણ વર્ષનો અનુભવ
રિસર્ચ એનાલિસ્ટ
- પીએચડી અથવા માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછા 55% ગુણ સાથે પાસ કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત માટે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
રિસર્ચ આસિસ્ટન્ટ
- માસ્ટર ડિગ્રી ઓછામાં ઓછા 55% ગુણ સાથે અથવા કોઈપણ વિદ્યાશાખામાં સમકક્ષ ગ્રેડ આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત માટે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
વય મર્યાદા અને પગાર ધોરણ
પોસ્ટ વયમર્યાદા પગાર ડેપ્યુટી રજીસ્ટાર (એડમિશન) યુજીસી નિયમ પ્રમાણે ₹ 67700-₹208700 ઓફિસ અધીક્ષક 55 વર્ષથી વધુ નહીં ₹53100-167800 રિસર્ચ એનાલિસ્ટ ઉલ્લેખ નથી ₹53100-₹167800 રિસર્ચ આસિસ્ટન્ટ ઉલ્લેખન નથી ₹35400-₹112400
ભરતી જાહેરાત
અરજી કેવી રીતે કરવી
- આ ભરતી માટે અરજી કરવા ઈચ્છા ઉમેદવારોએ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઈટ https://baou.edu.in/ની મુલાકાત લેવી
- જ્યાં કરિયર ઓપ્શનમાં જઈને અરજી કરી શકાશે
- અરજી કરવાની છેલ્લી તારીખ 22-12-2025 છે
- જ્યારે ફિઝિકલ ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ 27-1-2025 છે
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.