Gujarat Civil Hostpital Nadiad Bharti 2025, સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી : ખેડા જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની ઉત્તમ તક આવી ગઈ છે. સિવિલ હોસ્પિટલ નડિયાદમાં પરીક્ષા વગર જ નોકરી મેળવવાની તક આવી ગઈ છે. નડિયાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ડી.ઈ.આઈ.સી વિભાગ માટે વિવિધ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે ભરતીની જાહેરાત આપી છે. આ માટે સંસ્થા દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
Bharti 2025, Gujarat, સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતીની મહત્વની વિગતો
સંસ્થા સિવિલ હોસ્પિટલ નડિયાદ વિભાગ ડી.ઈ.આઈ.સી જગ્યા 6 નોકરીનો પ્રકાર 11 માસ કરાર વય મર્યાદા વિવિધ અરજી કરવાની છેલ્લી તારીખ 19-6-2025 ક્યાં અરજી કરવી arogyasathi.gujarati.gov.in
સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી, પોસ્ટની વિગતો
સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ડી.ઈ.આઈ.સી. વિભાગ માટે NHM અંતર્ગત તદ્દન હંગામી ધોરણે 11 માસના કરારથી ઉમેદવારો પસંદ કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. પોસ્ટની વિગત નીચે કોષ્ટકમાં આપેલું છે.
પોસ્ટ જગ્યા ઓપ્ટોમેટ્રીસ્ટ 1 ઓડિયોલોજીસ્ટ 1 ઓડિયોમેટ્રીક આસિસ્ટન્ટ 1 સ્ટાફ નર્સ 3 કુલ 6
સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- ઓપ્ટોમેટ્રીસ્ટ:- ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી સ્નાતક ઓપ્ટોમેટ્રીસ્ટ અથવા અનુસ્નાતક ઓપ્ટોમેટ્રીસ્ટની ડીગ્રી
- ઓડિયોલોજીસ્ટ:- ભારતની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતક ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગવેજ
- ઓડિયોમેટ્રીક આસિસ્ટન્ટ:- ભારતની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી હિયરિંગ લેંગવેજ એન્ડ સ્પીચમાં ડિપ્લોમાં
- સ્ટાફ નર્સ:- ધોરણ 12 પાસ સાથે GNM/BSC નર્સિંગ કરેલું હોવું જોઈએ.
પગાર ધોરણ
સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ડી.ઈ.આઈ.સી. વિભાગ માટે NHM અંતર્ગત તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરતી હોવાથી પસંદ પામેલા ઉમેદવારોને નીચે કોષ્ટકમાં જણાવ્યા પ્રમાણે ફિક્સ પગાર મળશે.
પોસ્ટ પગાર ઓપ્ટોમેટ્રીસ્ટ ₹16,000 ઓડિયોલોજીસ્ટ ₹19,000 ઓડિયોમેટ્રીક આસિસ્ટન્ટ ₹15,000 સ્ટાફ નર્સ ₹20,000
ભરતીની જાહેરાત
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી સુચનાઓ
- ઉમેદવારની ફક્ત ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પર મળેલી અરજી જ સ્વીકારમાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ પોસ્ટ દ્વારા મળેલી અરજીઓ માન્ય રાખવામાં આવશે નહીં.
- આરોગ્યસાથી ઓનલાઈન પોર્ટમાં pravesh-candidatregistrationમાં સૌપ્રથમ રજીસ્ટ્રેશન pravesh-current openingમાં જઈ લોગીંન કરી ફોર્મ ભરવાનું રહેશે.
- સુવાચ્ય ઓરીજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે.
- અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
- ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકાશે નહીં.
- ઉમેદવારની ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.





