Bharti 2025 Gujarat : વડોદરામાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી જ માહિતી

Bharti 2025 Gujarat, Gati shakti Vishwavidyalaya recruitment 2025, ગતિ શક્તિ યુનિવર્સિટી ભરતી અંતર્ગત સુપ્રિટેન્ડેન્ટ પોસ્ટની વિગતો, નોકરીનું સ્થળ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પગાર ધોરણ, અરજી ફી સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
May 03, 2025 09:03 IST
Bharti 2025 Gujarat : વડોદરામાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી જ માહિતી
વડોદરામાં સરકારી નોકરી - photo - freepik

Bharti 2025 Gujarat, Gati shakti Vishwavidyalaya recruitment 2025, ગતિ શક્તિ યુનિવર્સિટી ભરતી: ગુજરાતમાં અત્યારે વિવિધ સંસ્થાઓમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ઉમેદવારો માટે નોકરીના વધુ એક દરવાજા ખુલી ગયા છે. વડોદારમાં આવેલી ગતિ શક્તિ યુનિવર્સિટી દ્વારા બિન શૈક્ષણિક પદોની ભરતીની જાહેરાત બહાર પાડી છે. ભરતી જાહેરાત પ્રમાણે સુપ્રિટેન્ડેન્ટની કુલ 05 જગ્યાઓ ભરવા માટે ડેપ્યુટેશન દ્વારા આમંત્રણ આપવામાં આવે છે.

ગતિ શક્તિ યુનિવર્સિટી ભરતી અંતર્ગત સુપ્રિટેન્ડેન્ટ પોસ્ટની વિગતો, નોકરીનું સ્થળ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પગાર ધોરણ, અરજી ફી સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગતિ શક્તિ યુનિવર્સિટી ભરતી અંગેની મહત્વની માહિતી

સંસ્થાગતિ શક્તિ યુનિવર્સિટી, વડોદરા
પોસ્ટસુપ્રિટેન્ડેન્ટ
જગ્યા5
નોકરીનો પ્રકારસરકારી
એપ્લિકેશન મોડઓનલાઈન
વયમર્યાદાસરકારી ગાઈડલાઈન પ્રમાણે
અરજી કરવાની છેલ્લી તારીખ2 જૂન 2025
ક્યાં અરજી કરવીhttps://gsv.ac.in/

ગતિ શક્તિ યુનિવર્સિટી ભરતી પોસ્ટની વિગતો

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV)એ 2022માં સંસદના એક અધિનિયમ દ્વારા સ્થાપિત એક કેન્દ્રીય યુનિવર્સિટી છે. જીએસવી ભારતની પ્રથમ યુનિવર્સિટી છે જે પરિવહન અને લોજિસ્ટિક્સ સંબંધિત શિક્ષણ, બહુવિધ શિસ્ત સંશોધન અને તાલીમ પર ધ્યાન કેન્દ્રી કરે છે. જીએસસી સારી શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અને અનુભવ ધરાવતા પ્રતિભાશાળી અને ઉત્સાહી ઉમેદવારોને સુપરિટેન્ડેન્ટ (પગાર ્તર-6)ની કૂલ 5 જગ્યાઓ ભરવ માટે ડેપ્યુટેશન દ્વારા આમંત્રણ આપવામાં આવે છે.

શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી.
  • કેન્દ્ર/રાજ્ય સરકાર/યુનિવર્સિટી/પીએસયુ અને અન્ય કેન્દ્ર/રાજ્ય સ્વાયત્ત સંસ્થાઓમાં સ્તર 4 માં UDC અથવા સમકક્ષ તરીકે સમાન પોસ્ટ પર કામ કરવું અથવા ત્રણ વર્ષનો અનુભવ.
  • ટાઇપિંગ, કમ્પ્યુટર એપ્લિકેશન્સ, નોટિંગ અને ડ્રાફ્ટિંગમાં નિપુણતા.

પગાર ધોરણ

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પે લેવલ 6ના ધોરણે પગાર મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોની વયમર્યાદા સરકારના ધારા ધોરણ પ્રમાણેની રહેશે.

અરજી ફી

અનારક્ષિત અને ઓબીસી જગ્યાઓ પર અરજી કરતા ઉમેદવારોએ 750 રૂપિયા ઉપરાંત જીએસટીની નોન રિફંડેબલ એપ્લિકેશન ફી લાગુ પડશે. બાકીની કેટેગરીના ઉમેદવારોને કોઈ અરજી ફી નથી.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

ક્યાં અરજી કરવી

વિગતવાર માહિતી અને ઓનલાઈન અરજી ગતિ શક્તિ યુનિવર્સિટીની વેબસાઈટ gsv.ac.in/careers પર કરવાની રહેશે. ઉમેદાવારોએ 2 જૂન 2025 રાત્રે 11.59 વાગ્યા પહેલા અરજી કરવાની રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ