bharti 2025 Guajrat |GSSSB Recruitment 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી: ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ઉમદેવારો માટે વધુ એક તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળ આવતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-3ની કૂલ 105 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે GSSSB એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, ભરતીની મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી (GSSSB) વિભાગ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પોસ્ટ સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-3 જગ્યા 105 એપ્લિકેશન મોડ ઓનલાઈન વય મર્યાદા 18થી 37 વર્ષ વચ્ચે અરજી કરવાની છેલ્લી તારીખ 22-5-2025 ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in
સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-3 પોસ્ટની વિગતો
કેટેગરી જગ્યા બિન અનામત(સામાન્ય) 44 આર્થિક રીતે નબળા વર્ગ 10 અનુ.જાતિ 6 અનુ.જન જાતિ 19 સા.શૈ.પ.વર્ગ 26
શૈક્ષણિક લાયકાત
- પર્યાવરણ વિજ્ઞાન/ રસાયણશાસ્ત્ર/ જૈવ રસાયણશાસ્ત્ર/ સૂક્ષ્મજીવવિજ્ઞાન/ જળચર જીવવિજ્ઞાન/ દરિયાઈ જીવવિજ્ઞાન/ જૈવ-વિજ્ઞાન/ જૈવ-ટેકનોલોજી/ કૃષિવિજ્ઞાન/ ભૌતિકશાસ્ત્ર, ઇન્સ્ટ્રુમેન્ટેશન સાથે, માન્ય યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી.
- ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 માં નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન: અને
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન.
વય મર્યાદા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો ઉમદેવારોએ 18થી 37 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતા હોવા જોઈએ.અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમદેવારો પ્રથમ પાંચ વર્ષ માટે 49,600 રૂપિયા ફિક્સ પગાર મળશે. ત્યારબાદ સંતોષકારક સેવાઓ જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા ₹39,900થી ₹1,26,600 (લેવલ-7)ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવવા પાત્ર થશે.
પરીક્ષા ફી
બીન અનામત વર્ગ માટે પરીક્ષા ફી 500 રૂપિયા તેમજ અનામત વર્ગ માટે પરીક્ષા ફી 400 રૂપિયા ચૂકવાવાની રહેશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
- ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું
- સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
- અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
- અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.