Bharti 2025, Gujarat : ધો.12 પાસ માટે ગુજરાત હાઈકોર્ટમાં સરકારી નોકરીની ઉત્તમ તક, અહીં વાંચો A to Z માહિતી

Bharti 2025 Gujarat high court recruitment : ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી 2025 માટેનું વિગતવાર નોટિફિકેશન બહાર પડ્યું છે.આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર ખાસ વાંચવા.

Written by Ankit Patel
May 15, 2025 08:52 IST
Bharti 2025, Gujarat : ધો.12 પાસ માટે ગુજરાત હાઈકોર્ટમાં સરકારી નોકરીની ઉત્તમ તક, અહીં વાંચો A to Z માહિતી
ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી - photo - freepik

Bharti 2025 Gujarat high court recruitment, ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી: સરકારી નોકરી શોધી રહેલા ધોરણ 12 પાસ ઉમેદવારો માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જિલ્લાઓની અદાલતો માટે ડ્રાઈવરની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત લાયક ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ , વય મર્યાદા, અરજી પ્રક્રિયા, ભરતીની મહત્વની તારીખો સહિત અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત હાઈકોર્ટ
પોસ્ટડ્રાઈવર
જગ્યા86
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા23થી 33 વર્ષ વચ્ચે
અરજી કરવાની શરુઆતની તારીખ16-5-2025
અરજી કરવાની છેલ્લી તારીખ6-6-2025
ક્યાં અરજી કરવીhttps://hc-ojas.gujarat.gov.in

ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
જનરલ64
એસસી4
એસટી5
એસઈબીસી12
ઈડબ્લ્યુએસ1
કુલ86

ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા

  • ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 કે તેને સમકક્ષ પરીક્ષા પાસે કરેલી હોવી જોઈએ.
  • ઉમેદવાર જે તે સમયે 3 વર્ષ જૂનું માન્ય લાઈટ અથવા હેવી મોટર ડ્રાઈવિંગ લાઈસન્સ ધરાવતો હોવો જોઈએ.
  • ઉમેદવાર વાહન વ્યવહાને લગતી નિશાનીઓ, ઈશારા તેમજ વાહનની જાળવણી, સારસંભાળ અને મરામત વગેરેનું પાયાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
  • વાહનની મરામત અને મિકેનીઝમ અંગેની આવડત ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે

શારીરિક લાયકાત

  • પુરુષ ઉમેદવાર 162 સે.મી. ઉંચાઈ ધરાવતા હોવા જોઈએ.
  • અનુ જનજાતિના ઉમેદવારો 158 સે.મી. ઉંચાઈ ધરાવતા હોવા જોઈએ.
  • 5 સે.મી. છાતી ફુલાવ્યા બાદ 84 સે.મી.થી ઓછી છાતી ધરાવતા ન હોવા જોઈએ.
  • સ્ત્રી ઉમેદવાર 158 સે.મી. ઉચાઈ ધરાવતી હોવી જોઈએ
  • અનુ.જનજાતિની સ્ત્રી ઉમેદવાર 155 સેમી ઉંચાઈ ધરાવતી હોવી જોઈએ.
  • ઉમેદવાર ચશ્મા સહિત કે ચશ્મા રહિત એકંદરે સ્પષ્ટ અને તંદુરસ્ત દ્રષ્ટી ધરાવતા હોવા જોઈએ.તથા ઉમદેવારને રતાંધણાપણા-રંગઅંધત્વની ખામી ન હોવી જોઈએ.
  • ઉમેદવારને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.

અનુભવ

ઉમેદવાર સરકારી-ખાનગી સંસ્થા કે કોઈ વ્યક્તિ સાથે ડ્રાઈવિંગનો અંદાજે 5 વર્ષનો અનુભવ ધરાવતો હોવા જોઈએ.

વય મર્યાદા

ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી અંતર્ગત અરજી કરના ઉમેદવારની ઉંમર 23 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પરીક્ષા ફી

કેટેગરીફી
સામાન્ય ઉમેદવારો માટે₹1000
અનામત વર્ગના ઉમેદવારો માટે₹500

પગાર ધોરણ

ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી 2025 અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને 7માં પગારપંચ પ્રમાણે ₹19,900થી ₹63,200 રૂપિયા પગાર મળા પાત્ર રહેશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

વિગતવાર નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • અરજી કરાવા માટે ઉમદેવારને https://hc-ojas.gujarat.gov.in અથવા https://gujarathighcourt.nic.in/ની મુલાકાત લેવી
  • ત્યારબાદ રિક્રૂયમેન્ટ ઓપ્શન પર જવું
  • માગ્ય પ્રમાણે માહિતી ભરવી અને આગળ વધવું
  • ફી ચૂકવણી કરવી
  • ફાઈનલ સબમીટ કરવી અને ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ