Bharti 2025 Gujarat high court recruitment, ગુજરાત હાઈકોર્ટ ભરતી : ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ગુજરાત હાઈકોર્ટ નોકરી મેળવવાની ઉત્તમ તક લઈને આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટ હસ્તકની જિલ્લા અદાલતોમાં ડ્રાઈવરની સીધી ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત ડ્રાઈવરની કુલ 86 જગ્યાઓ ભરવાની છે. આ માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા લાયક અને રસ ધરાવતા ઉમદેવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત હાઈકોર્ટ ભરતી અંતર્ગત ડ્રાઈવર પોસ્ટ, ભરતી અંગે મહત્વની તારીખો સહિતની માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર વાંચવા.
ગુજરાત હાઈકોર્ટ ભરતી અંગે માહિતી
સંસ્થા ગુજરાત હાઈકોર્ટ પોસ્ટ ડ્રાઈવર નોકરીનું સ્થળ વિવિધ જિલ્લા અદાલતો જગ્યા 86 એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની શરુઆતની તારીખ 16-5-2025 અરજી કરવાની છેલ્લી તારીખ 06-06-2025 સત્તાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in, https://gujarathighcourt.nic.in
ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર પોસ્ટ અંગે માહિતી
ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની જિલ્લા અદાલતો હસ્તકની ડ્રાઈવરની 86 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે યોગ્યતા ધરાવતા ઉમદેવારો પાસે ઓલાઈન અરજીઓ મંગાવી છે.
મહત્વની તારીખો
ગુજરાત હાઈકોર્ટ ભરતી અંતર્ગત ડ્રાઈવરની જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા તારીખ 16 મે 2025ના રોજ 12 વાગ્યાથી લઈને 6 જૂન 2025ના રોજ રાતના 23.59 કલાક સુધી ચાલશે. આ દરમિયાન રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકાશે.
નોટિફિકેશન
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
વિગતવાર જાહેરાત હાઈકોર્ટ વેબસાઈટ https://gujarathighcourt.nic.in તથા https://hc-ojas.gujarat.gov.in ઉપર તેમજ ગુજરાત હાઈકોર્ટ તથા તેના ક્ષેત્રાધિકાર હેઠળ કાર્યરત તમામ અદાલતોના નોટિસ બોર્ડ ઉપર તારીખ 14 મે 2025ના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી.





