Recruitment in patan and sabarkantha : ગુજરાતમાં અત્યારે વિવિધ સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં રહેતા ઉમેદવારો માટે ઘર આંગણે સારા પગારની નોકરી મેળવવાની તક આવી ગઈ છે. પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ ગાંધીનગર ઝોન દ્વારા પાટણ અને સાબરકાંઠામાં મ્યુનિસિપલ ઈજનેરની જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.
ભરતી 2025, ગુજરાત અંતર્ગત મ્યુનિસિપલ ઈજનેર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ, સ્થળ, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત ભરતી 2025, મ્યુનિસિપલ ઈજનેર ભરતીની મહત્વની માહિતી
સંસ્થા પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, ગાંધીનગર ઝોન, ગાંધીનગર પોસ્ટ મ્યુનિસિપલ ઈજનેર જગ્યા 2 નોકરીનું સ્થળ સિદ્ધપુર, વડાલી નોકરીનો પ્રકાર 11 માસ કરાર એપ્લિકેશન મોડ વોક ઈન ઈન્ટરવ્યુ ઈન્ટરવ્યુ તારીખ 11-6-2025 ઈન્ટરવ્યુ સ્થળ ગાંધીનગર
મ્યુનિસિપલ ઈજનેર ભરતી, પોસ્ટની માહિતી
નગરપાલિકા કક્ષાએ 11 માસના કરાર આધારે મ્યુનિસપલ ઈજનેર ભરતી (વોક ઈન ઈન્ટરવ્યુ) પ્રાદેશિક કમિશનરશ્રી, નગરપાલિકાઓ, ગાંધીનગર ઝોન, ગાંધીનગર હસ્તકની પાટણ અને સાબરકાંઠા જિલ્લા માટે ભરતી બહાર પાડી છે. જેની વિગત કોષ્ટકમાં છે.
જિલ્લો નગરપાલિકાનું નામ ન.પા.વર્ગ જગ્યાની સંખ્યા પાટણ સિદ્ધપુર બ 1 સાબરકાંઠા વડાલી ડ 1
ગુજરાત ભરતી 2025, શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો અ અને બ વર્ગ માટે સિવિલ એન્જીનિયરની ડિગ્રી, ક અને ડ વર્ગની નગરપાલિકા માટે સિવિલ એન્જિનિયનરમાં ડિપ્લોમા પાસ કરેલું હોવું જોઈએ.
પગાર ધોરણ
આ ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમદેવારોને પ્રતિ માસ 35,000 રૂપિયા ફિક્સ વેતન આપવામાં આવશે.
વોક ઈન ઈન્ટરવ્યુ દરમિયાન સાથે રાખવાના દસ્તાવેજો
- સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
- અનુભવના પ્રમાણપત્રો
- પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ
- ઓળખના આધાર પુરાવા
નોંધઃ- તમામ દસ્તાવેજોની અસલ અને પ્રમાણિત નકલ સાથે લાવવાની રહેશે.
ભરતીની જાહેરાત
ગુજરાત ભરતી 2025, શરતો
- સદરહું નિમણૂક તદ્દન હંગામી ધોરણે કરવામાં આવશે
- નિમણૂંક પામનારને જે તે જગ્યા પર કાયમી થવાનો હક પ્રસ્થાપિત થતો નથી
- સરકાર દ્વારા મ્યુનિસિપલ ઈજનેરની જગ્યા પર નિમણૂંક આપતા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીનો કરાર આપોઆપ રદ થશે
- નિમણૂક અંગે આખરી નિર્ણય પસંદગી સમિતિનો રહેશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ઈન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ
- તારીખ – 11-6-2025
- વાર- બુધવાર
- સમય – સવારે 10 વાગ્યે
- સ્થળ – પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ ગાંધીનગર ઝોન, ગાંધીનગર, બ્લોક નં.14, ત્રીજો માળ, ડો, જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર, 382010, ફોન-079 23238872





