/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Legal-advisor-Recruitment-mehsana-1.jpg)
કાયદા સલાહકાર ભરતી, મહેસાણામાં નોકરી - photo - freepik
Mehsana Legal Advisor Job Recruitment 2025, કાયદા સલાહકાર ભરતી 2025 : મહેસાણામાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની તક આવી ગઈ છે. માર્ગ અને મકાન વર્તુળ મહેસાણા દ્વારા કાયદા અધિકારીની જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર યોગ્ય ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ અરજીઓ મંગાવી છે.
મહેસાણામાં ભરતી અંતર્ગ કાયદા સલાહકાર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો.
મહેસાણા ભરતીની મહત્વની વિગતો
| સંસ્થા | અધીક્ષક ઈજનેર, માર્ગ અને મકાન વર્તુળ મહેસાણા |
| પોસ્ટ | કાયદા સલાહકાર |
| જગ્યા | 1 |
| નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
| એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
| ભરતી જાહેર થયાની તારીખ | 8 જુલાઈ 2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેર થયાના 10 દિવસની અંદર |
| ક્યાં અરજી કરવી | સરનામું નીચે આપેલું છે |
કાયદા સલાહકાર ભરતી પોસ્ટની વિગત
અધીક્ષક ઈજનેર, માર્ગ અને મકાન વર્તુળ મહેસાણાની કચેરી ખાતે કાયદા અધિકારીની કુલ 1 જગ્યા ઉપર 11 માસના કરાર આધારીત ધોરણે ઉમેદવાર પસંદ કરવા ભરતી બહાર પાડી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ 10 દિવસની અંદર અરજી કરવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટીની કાયદાના સ્નાતકની પદવી (L.L.B)
- વકીલાતની કામગીરીનો લઘુતમ પાંચ વર્ષનો અનુભવ તે પૈકી નામ. ગુજરાત હાઈકોર્ટમાં ઓછામાં ઓછા 3 વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો-વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ. સુપ્રીમકોર્ટ-હઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો 3 વર્ષનો અનુભવ
- CCC+ કક્ષાનું કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન
- ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાનું જ્ઞાન હોવું જરૂરી
- બાર કઉન્સીલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં Enrollment હોવું ફરજિયાત.
વય મર્યાદા
મહેસાણા કાયદા સલાહકાર ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની મહત્તમ ઉંમર 50 વર્ષ હોવી જોઈએ.
પગાર ધોરણ
આ ભરતી 11 માસની કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમેદવારોને પ્રતિ માસ ₹60,000 ફિક્સ પગાર મળશે.
ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ભરતી જાહેરાત PDF
અરજી ક્યાં કરવી?
સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલી અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે અધીક્ષક ઈજનેર માર્ગ અને મકાન વર્તુળ, અતિતિ ગૃહની સામે, મહેસાણા હાઈવે, મહેસાણા 384002 ના સરનામે અરજી. પો. એડીથી મોકલી આપવાનીરહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us