BMC Recruitment 2023 : ભાવનગર મહા નગરપાલિકામાં વિવિધ પોસ્ટ પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Bhavnagar Municipal Corporation bharti, BMC Recruitment, notification - ભાવનગર મહાનગરપાલિકાએ સિટી એન્જિનિયર,એડિશનલ સિટી એન્જિનિયર, ડેપ્યુટી કમિશનર,મદદનીશ કમિશનર અને ચીફ ફાયર ઓફિસરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.

Bhavnagar Municipal Corporation bharti, BMC Recruitment, notification - ભાવનગર મહાનગરપાલિકાએ સિટી એન્જિનિયર,એડિશનલ સિટી એન્જિનિયર, ડેપ્યુટી કમિશનર,મદદનીશ કમિશનર અને ચીફ ફાયર ઓફિસરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
bhavnagar municipal corporation recruitment | bmc bharti | Google jobs | jobs alerts

ભાવનગર મહાનગરપાલિકામાં ભરતી

Bhavnagar Municipal Corporation bharti, BMC Recruitment, notification : ભાવનગર મહાનગરપાલિકામાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. બીએમસીએ સિટી એન્જિનિયર,એડિશનલ સિટી એન્જિનિયર, ડેપ્યુટી કમિશનર,મદદનીશ કમિશનર અને ચીફ ફાયર ઓફિસરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો 21 ઓક્ટોબર 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ઉપરાંત વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી સહિતની વિગતો જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા

BMC Recruitment 2023 : ભાવનગર મહાનગરપાલિકા ભરતી, મહત્વની વિગતો

સંસ્થાભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)
ખાલી જગ્યાઓ06
પોસ્ટવિવિધ પોસ્ટ
નોકરીનું સ્થળભાવનગર
અરજી કરવાની છેલ્લી તારીખ21-10-2023
અરજી મોડઓનલાઇન
અરજી ફી₹ 500

BMC bharti 2023 : ભાવનગર મહાનગરપાલિકા ભરતી, પોસ્ટ્સ વિગતો

પોસ્ટખાલી જગ્યા
સિટી એન્જિનિયર01
એડિશનલ સિટી એન્જિનિયર02
ડેપ્યુટી કમિશનર01
મદદનીશ કમિશનર01
ચીફ ફાયર ઓફિસર01
કુલ સંખ્યા06

BMC jobs 2023 : ભાવનગર મહાનગરપાલિકા ભરતી, શૈક્ષણિક લાયકાત

સિટી એન્જિનિયર:

માન્ય યુનિવર્સિટીના બી.ઈ (સિવિલ)- બી.ટેક. (સિવિલ) અને સરકારી - અર્ધસરકારી બોર્ડ- નિગમ કે કંપની એક્ટ 2013 હેઠળ નોંધાયેલ કંપનીમાં લગત કામગીરીનો વર્ગ 1નો પાંચ વર્ષનો અનુભવ અથવા વર્ગ -2નો 10 વર્ષનો અનુભવ… વધારે વિગતો માટે આપેલું નોટિફિકેશન વાંચવું

એડિશનલ સિટી એન્જિનિયર

માન્ય યુનિવર્સિટીના બી.ઈ (સિવિલ)- બી.ટેક. (સિવિલ) અને સરકારી - અર્ધસરકારી બોર્ડ- નિગમ કે કંપની એક્ટ 2013 હેઠળ નોંધાયેલ કંપનીમાં લગત કામગીરીનો વર્ગ 1નો પાંચ વર્ષનો અનુભવ અથવા વર્ગ -2નો 10 વર્ષનો અનુભવ. વધારે વિગતો માટે આપેલું નોટિફિકેશન વાંચવું

આ પણ વાંચોઃ- IIT Recruitment 2023 : IIT કાનપુરમાં નોન-ટીચિંગ પોસ્ટ્સ માટે ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ડેપ્યુટી કમિશનર

માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્થાનક અને સરકારી - અર્ધસરકારી - બોર્ડ-નિગમ કે કંપની એક્ટ 2013 હેઠળ નોંધાયેલ કંપનીમાં લગત કામગીરીનો વર્ગ-1નો પાંચ વર્ષનો અનુભવ અથવા વર્ગ 2નો 10 વર્ષનો અનુભવ.. વધારે વિગતો માટે આપેલું નોટિફિકેશન વાંચવું

મદદનીશ કમિશનર:

માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્થાનક અને સરકારી - અર્ધસરકારી - બોર્ડ-નિગમ કે કંપની એક્ટ 2013 હેઠળ નોંધાયેલ કંપનીમાં લગત કામગીરીનો વર્ગ-1નો 3ચ વર્ષનો અનુભવ અથવા વર્ગ 2નો 7 વર્ષનો અનુભવ.. વધારે વિગતો માટે આપેલું નોટિફિકેશન વાંચવું

આ પણ વાંચોઃ-GSEB SCC HSC Exam date time : ધો. 10 અને 12 બોર્ડ પરીક્ષા તારીખ જાહેર, વિદ્યાર્થીઓએ આ 12 સૂચના ચોક્કસ વાંચવી

ચીફ ફાયર ઓફિસર:

માન્ય યુનિવર્સિટીના બી.ઈ.(ફાયર અને સેફ્ટી એન્જીનિયરિંગ)- બી.ટેક (ફાયર અને સેફ્ટી એન્જીનિયરિંગ) અથવા સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ (નાગપુર)નો ડિવિઝનલ ફાયર ઓફિસરનો કોર્ષ પાસ અથવા નેશનલ ફાયર સર્વિસ કોલેજનો ફાયર ડિપ્લોમાં કોર્ષ અને સરકારી -અર્ધ સરકારી- બોર્ડ-નિગમક કે કંપની એક્ટ 2013 હેઠળ નોંધાયેલ કંપનીમાં લગત કામગીરીનો વર્ગ-2નો 5 વર્ષનો અનુભવ.. વધારે વિગતો માટે આપેલું નોટિફિકેશન વાંચવું

BMC Recruitment 2023 : ભાવનગર મહાનગરપાલિકા ભરતી, પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

BMC vacancy 2023 : ભાવનગર મહાનગરપાલિકા ભરતી, કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

Advertisment
ભાવનગર કરિયર ટીપ્સ નોકરી કરિયર સરકારી નોકરી