બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ભરતીઃ રાજપીપળામાં તગડા પગારવાળી વિવિધ નોકરીઓ, અહીં વાંચો સંપૂર્ણ વિગતો

birsa munda tribal university recruitment, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતૌ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

birsa munda tribal university recruitment, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતૌ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
birsa munda tribal university recruitment

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ભરતી - photo - facebook

Birsa munda tribal university recruitment, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ભરતી : નર્મદા જિલ્લામાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ સમાચાર એકદમ મહત્વના છે. નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે યુનિવર્સિટીએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતૌ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ભરતી માટે મહત્વની વિગતો

સંસ્થાબિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળા
પોસ્ટપ્રોફેસર, એન્જીનય, ડે.રજીસ્ટ્રાર સહિત વિવિધ
જગ્યા43
અરજી ફી500
અરજી કરવાની છેલ્લી તારીખ7 ફેબ્રુઆરી 2025
યુનિવર્સિટીની વેબસાઈટbmtu.ac.in

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
પ્રોફેસર4
એસોસિયેટેડ પ્રોફેસર6
આસિસ્ટન્ટ પ્રોફેસર10
ડેપ્યુટી રજીસ્ટાર1
કેમ્પસ ડિરેક્ટર1
એન્જીનિયર(સિવિલ)1
આસિસ્ટન્ટ ડિરેક્ટર1
આસિસ્ટન્ટ રજીસ્ટાર2
વોર્ડન બોયઝ એન્ડ ગર્લ્સ2
વાઈસ ચાન્સેલર PA2
ટેક્નિકલ આસિસ્ટન્ટ (લાયબ્રેરી)1
સિસ્ટમ મેનેજર1
એડી.આસિ.એન્જીનિયર1
હેડ ક્લાર્ક3
ઈન્સ્ટ્રક્ટર1
એકાઉન્ટન્ટ2
વર્કશોપ આસિસ્ટન્ટ2
જુનિયર ક્લાર્ક3

શૈક્ષણિક લાયકાત

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી દ્વારા વિવિધ પોસ્ટની ભરતી અંતર્ગત ઉમેદવારો પસંદ કરવા માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. માટે જે તે પોસ્ટ માટેની વિગતવાર શૈક્ષણિક લાયકાત અંગે જાણવા માટે ઉમેદવારોએ સંસ્થાની વેબસાઈટ bmtu.ac.inની મુલાકાત લેવી.

પગાર ધોરણ

પોસ્ટપેસ્કેલ
પ્રોફેસર37400-67000
એસોસિયેટેડ પ્રોફેસર37400-67000
આસિસ્ટન્ટ પ્રોફેસર15600-39100
ડેપ્યુટી રજીસ્ટાર15600-39100
કેમ્પસ ડિરેક્ટર15600-39100
એન્જીનિયર(સિવિલ)15600-39100
આસિસ્ટન્ટ ડિરેક્ટર15600-39100
આસિસ્ટન્ટ રજીસ્ટાર15600-39100
વોર્ડન બોયઝ એન્ડ ગર્લ્સ9300-34800
વાઈસ ચાન્સેલર PA9300-34800
ટેક્નિકલ આસિસ્ટન્ટ (લાયબ્રેરી)49,600
સિસ્ટમ મેનેજર49,600
એડી.આસિ.એન્જીનિયર49,600
હેડ ક્લાર્ક40,800
ઈન્સ્ટ્રક્ટર26,000
એકાઉન્ટન્ટ26,000
વર્કશોપ આસિસ્ટન્ટ26,000
જુનિયર ક્લાર્ક26,000

અરજી ફી

સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે ₹ 500 અરજી ફી અને અનામત માટે ફી માફી છે. ફી ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા રજીસ્ટ્રારની તરફેણમાં રાષ્ટ્રીયકૃત બેંક, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, રાજપીપળા ખાતે ચૂકવવાપાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી

  • બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારો પહેલા યુનિવર્સિટીની વેબસાઈટ bmtu.ac.in ની મુલાકાત જરૂર લેવી
  • દરેક પોસ્ટ માટે અલગ અરજી કરવી જોઈએ
  • અગાઉના અનુભવ અને દર્શાવેલ શૈક્ષણિક લાયકાતોના સમર્થનમાં દસ્તાવેજી પુરાવો અરજીમાં અચૂક અરજી સાથે મોકલવી જોઈએ
  • જે પોસ્ટ માટે અરજી કરવાની છે તેનું સંપૂર્ણ નામ સ્પષ્ટપણે લખો
  • ઉમેદવારે માંગેલા દસ્તાવેજો (સ્વ-પ્રમાણિત) સાથે સબમિટ કરવા જરૂરી છે

નોટિફિકેશન

અરજી સાથે જોડવાના જરૂરી દસ્તાવેજો

  • SSC પ્રમાણપત્ર (જેમાં જન્મ તારીખનો ઉલ્લેખ છે)
  • શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર.
  • નિમણૂક અને રાહત પત્ર અને ગ્રેડના પુરાવા સહિત અનુભવ પ્રમાણપત્રો
  • ચૂકવવા પડશે. (સૂચના નં. 49 મુજબ)
  • વર્તમાન એમ્પ્લોયરની એનઓસી (જો લાગુ હોય તો)
  • ફીનો ડિમાન્ડ ડ્રાફ્ટ.
  • કોઈપણ અન્ય દસ્તાવેજો, જો કોઈપણ દાવાના સમર્થનમાં જરૂરી હોય તો.
  • CCC/CCC+ સ્તરનું પ્રમાણપત્ર.
Advertisment
નોકરી કરિયર ભરતી સરકારી નોકરી