બ્લેક કેટ કમાન્ડો કોણ હોય છે, જેમના પર G-20 ની સુરક્ષાની છે જવાબદારી? કેવી રીતે થાય છે ભરતી? ક્યારે થઈ હતી રચના? જાણો બધુ

black cat commandos - NSG : બ્લેક કેટ કમાન્ડોની ગણતરી VVIP લોકોને સુરક્ષા આપવા માટે દેશના સૌથી ખતરનાક કમાન્ડો તરીકે થાય છે. તો ચાલો જાણીએ કે, બ્લેક કેટ કમાન્ડોને કેવી રીતે પસંદ કરવામાં આવે છે. આ તાલીમ દરમિયાન, લગભગ 80 ટકા સૈનિકો તાલીમમાં નિષ્ફળ જાય છે અથવા તાલીમ છોડી દે છે.

Written by Kiran Mehta
August 30, 2023 17:56 IST
બ્લેક કેટ કમાન્ડો કોણ હોય છે, જેમના પર G-20 ની સુરક્ષાની છે જવાબદારી? કેવી રીતે થાય છે ભરતી? ક્યારે થઈ હતી રચના? જાણો બધુ
બ્લેક કેટ કમાન્ડોની ભરતી કેવી રીતે થાય છે?

Black Cat Commando : રાજધાની દિલ્હીમાં 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી G-20 બેઠક માટે મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન દિલ્હીમાં દરેક જગ્યાએ સુરક્ષા દળો તૈનાત રહેશે. જી-20 બેઠક દરમિયાન દિલ્હીમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને ઓફિસો બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. જી-20 બેઠકમાં ભાગ લેવા માટે લગભગ 30 દેશોના વડાઓ દિલ્હી આવી રહ્યા છે. જી-20 મીટિંગ દરમિયાન દિલ્હીની તમામ 5 સ્ટાર હોટલમાં બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. દેશમાં આવનારા VVIP લોકોની સુરક્ષાની જવાબદારી બ્લેક કેટ કમાન્ડોને આપવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષા માટે HIT કમાન્ડો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

બ્લેક કેટ કમાન્ડોની ગણતરી VVIP લોકોને સુરક્ષા આપવા માટે દેશના સૌથી ખતરનાક કમાન્ડો તરીકે થાય છે. વડા પ્રધાન, મુખ્ય કેન્દ્રીય પ્રધાન અને મુખ્ય પ્રધાનની સુરક્ષાની જવાબદારી પણ બ્લેક કેટ કમાન્ડોની છે. મુંબઈમાં 26 નવેમ્બરના રોજ થયેલા આતંકવાદી હુમલામાં, બ્લેક કેટ કમાન્ડોએ આખરે જવાબદારી સંભાળી અને આતંકવાદીઓને ઠાર કર્યા. તો ચાલો જાણીએ કે, બ્લેક કેટ કમાન્ડોને કેવી રીતે પસંદ કરવામાં આવે છે અને તેમને કેવી રીતે તાલીમ આપવામાં આવે છે?

બ્લેક કેટ કમાન્ડોની રચના ક્યારે થઈ?

1984 માં પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા પછી, દેશના ઉચ્ચ વર્ગના લોકોને સુરક્ષા પ્રદાન કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) ની રચના કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલય હેઠળ સાત સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ છે, જેમાંથી એક નેશનલ સિક્યુરિટી ગાર્ડ છે, જેને આપણે બ્લેક કેટ કમાન્ડો તરીકે ઓળખીએ છીએ. NSG માં આ કમાન્ડોની સીધી ભરતી નથી. NSG માં પસંદ કરાયેલા કમાન્ડોમાંથી 53 ટકા ભારતીય સેનાના હોય છે અને બાકીના 45 ટકા CRPF, ITBP, RAF અને BSF ના જવાનોને લેવામાં આવે છે.

બ્લેક કેટ કમાન્ડોની તાલીમ કેવી હોય છે?

NSG દ્વારા પસંદ કરાયેલા સૈનિકોને આખા અઠવાડિયા દરમિયાન સખત તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ દરમિયાન, લગભગ 80 ટકા સૈનિકો તાલીમમાં નિષ્ફળ જાય છે અથવા તાલીમ છોડી દે છે. માત્ર 20 ટકા સૈનિકો જ તાલીમના છેલ્લા તબક્કા સુધી પહોંચી શકે છે. પસંદ કરાયેલા સૈનિકોને 90 દિવસની સખત તાલીમ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. સૈનિકોને હથિયારોથી લડવા ઉપરાંત શસ્ત્રો વિના દુશ્મનોને મારવાની પણ તાલીમ આપવામાં આવે છે. સૈનિકોની માનસિક કસોટી પણ લેવામાં આવે છે.

આ પણ વાંચોAditya L1 mission | આદિત્ય L1 મિશન શું છે? L1 બિંદુ શું છે? ઈસરોનો ઉદ્દેશ્ય શું છે? જાણો તમામ માહિતી

બ્લેક કેટ કમાન્ડોને કેટલો પગાર મળે છે?

એનએસજી કમાન્ડોનો પગાર 84,000 રૂપિયાથી લઈને 2.5 લાખ રૂપિયા પ્રતિ માસ હોય છે. સરેરાશ પગારની વાત કરીએ તો, તે દર મહિને લગભગ 1.5 લાખ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે સેનામાં ઓછામાં ઓછા 10 વર્ષ કામ કર્યા પછી જ કમાન્ડોની ટ્રેનિંગમાં ભાગ લેવાની જોગવાઈ છે. NSG માં ઓપરેશનલ ડ્યુટી પરના અધિકારીઓને વાર્ષિક રૂ. 27,800 અને નોન-ઓપરેશનલ ડ્યુટી કરતા જવાનોને વાર્ષિક રૂ. 21,225 નું ડ્રેસ ભથ્થું આપવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ