/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/BMC-recruitment-2024.jpg)
ભાવનગર મહાનગરપાલિકામાં ભરતી - photo - social media
BMC Recruitment 2024, ભાવનગર મહાનગરપાલિકા ભરતી : ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેડિકલ ફિલ્ડમાં ભરતી બહાર પાડી છે. ભાવનગર મહાનગરપાલિકાએ પીડીયાટ્રીશિયન અને ગાયનેકોલોજિસ્ટની પોસ્ટ માટે ભરતીનું નોટીફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે પીડીયાટ્રીશિયનની બે જગ્યા અને ગાયનેકોલોજિસ્ટની એક જગ્યા ભરવાની છે.
ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ, અરજી પ્રકાર, પગાર સહિતની માહિતી જાણવા માટે રસ ધરાવતા ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 23 માર્ચ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
ભાવનગર મહાનગરપાલિકા ભરતી, મહત્વની માહિતી
| સંસ્થા | ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન |
| પોસ્ટ | પીડીયાટ્રીશિયન, ગાયનેકોલોજિસ્ટ |
| કુલ જગ્યા | 3 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 23-3-2024 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d |
પોસ્ટની વિગત
| પોસ્ટ | જગ્યા | અનુભવ |
| પીડીયાટ્રીશિયન | 2 | 2 વર્ષ |
| ગાયનેકોલોજિસ્ટ | 1 | 2 વર્ષ |
પીડીયાટ્રીશિયનની વિગતો
શૈક્ષણિક લાયકાત
- ભારત સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી એમ.ડી પીડીયાટ્રીક્સ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન પીડીયાટ્રીક્સ અથવા ડી.એન.બી પીડીયાટ્રીક્સની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
- ગુજરાત મેડીકલ કાઉન્સીલ એક્ટ 1967 હેઠળ રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ
- કમ્પ્યુટર અંગેનું જ્ઞાન હોવું જોઈએ
- ગુજરાતી અને હિન્દીનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.
- સરકારી કે અર્ધ સરકારી સંસ્થામાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ
નોટિફિકેશન
ગાયનેકોલોજિસ્ટની વિગતો
શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી એમ.ડી. ઓબ્સ્ટ્રેક એન્ડ ગાયનેકોલોજી અથવા ગોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન ઓબ્સ્ટ્રેક્ટ એન્ડ ગાયનેકોલોજી અથવા એમ.એસ. અથવા ડી.એન.બી ઓબ્સ્ટ્રેક્ટ એન્ડ ગાયનેકોલોજી ની ડીગ્રી હોવી જોઈએ.
- ગુજરાત મેડીકલ કાઉન્સીલ એક્ટ 1967 હેઠળ રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ
- કમ્પ્યુટર અંગેનું જ્ઞાન હોવું જોઈએ
- ગુજરાતી અને હિન્દીનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.
- સરકારી કે અર્ધ સરકારી સંસ્થામાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ
નોટિફિકેશન
પગાર
ઉમેદવારોના પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે. પ્રોબેશનનો સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ થયા બાદ સાતમા પગારપંચ મુજબ પે મેસ્ટ્રીક્સ લેવલ 11 સ્કેલ ₹ 67,700થી 2,08,700 નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.
વય મર્યાદા
ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે વયમર્યાદાની વાત કરીએ તો પીડીયાટ્રીશિયન અને ગાયનેકોલોજીસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં 35 વર્ષથી વધારે હોવી ન જોઈએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us