ભાવનગર મહાનગરપાલિકા ભરતી : ભાવનગરમાં જ સારા પગારની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

BMC recruitment 2024 : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફાયરમેનની જગ્યોઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ માટે ઉમેદાવરો પસંદ કરવા ઓનલાઈન અરજીઓ પણ મંગાવી છે.

Written by Ankit Patel
October 28, 2024 11:48 IST
ભાવનગર મહાનગરપાલિકા ભરતી : ભાવનગરમાં જ સારા પગારની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ભાવનગર મહાનગરપાલિકા ભરતી, ફાયરમેન નોકરી - photo - X @aaibvnairport

BMC Recruitment 2024,ભાવનગર મહાનગરપાલિકા ભરતી : ભાવનગરમાં જ સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ સમાચાર કામના છે. કારણ કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફાયરમેનની જગ્યોઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ માટે ઉમેદાવરો પસંદ કરવા ઓનલાઈન અરજીઓ પણ મંગાવી છે.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે અગત્યની માહિતી

સંસ્થાભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટફાયરમેન
જગ્યા45
વય મર્યાદા35 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની શરુઆતની તારીખ25-10-2024
અરજી કરવાની છેલ્લી તારીખી15-11-2024
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d

પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
અનુસુચિત જાતિ7
અનુસુચિત જન જાતિ3
સા.શૈ. પછાત વર્ગ12
આર્થિક રીતે પછાત4
બિન અનામનત19
કૂલ45

ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટીના સ્નાતક અથવા સમકક્ષ
  • નેશનલ ફાયર એકેડમી (ગુજરાત સરકાર માન્ય) અથવા નેશનલ ફાયર એકેડમીની સમકક્ષ ફાયરમેનનો છ માસનો કોર્ષ
  • લાઈટ(હળવા) મોટર વ્હીકલ લાઈસન્સ ધરાવતા હોવા જોઈએ
  • ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસિફિકેશન અને રીક્રૂટમેન્ટ રૂલ્સ 1967 મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ
  • ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

શારીરિક ક્ષમતા

  • ઉંચાઈ – ઓછામાં ઓછી 165 સે.મી
  • વજન – ઓછામાં ઓછાનું 50 કિ.ગ્રા
  • છાતી – 75 સે.મી. સામાન્ય તથા 80 સે.મી. ફુલાવેલી (ફક્ત પુરુષો માટે)

પગાર ધોરણ

ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત જુનિયર ક્લાર્ક માટે પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે 26000 ફિક્સ પગાર મલશે તેમજ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમા પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ-2 સ્કેલ ₹ 19,900-63,200 નિયમિત નિમણૂંક મેળવવા પાત્ર થશે

વય મર્યાદા

  • અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ
  • ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ ઉંમરનો બાદ લાગુ પડશે નહીં પરંતુ અધિકતમ વયમર્યાદા 45 વર્ષની રહેશે
  • 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ

અરજી કેવી રીતે કરવી

  • ઉમેદવારોએ સૌ પ્રથમ http://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર જવું
  • એપ્લાય ઓનલાઈન ક્લિક પર ક્લિક કરવું
  • મોર ડીટેઈલમાં જુનિયર ક્લાર્ક જગ્યા ઉપર ક્લિક કરું, જેની આગળ એપ્લાય નાઉ આપેલું હશે ત્યાં ક્લિક કરું
  • ત્યારબાદ ફોર્મ ખુલશે. ફોર્મમાં આપેલી વિગતોને ધ્યાનપૂર્વક ભરવી
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ફોર્મ સબમિટ કરવું અને ભવિષ્યના રેફરન્સ માટે ક્લિક કરવી

નોટિફિકેશન

ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ અહીં આપેલું નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચોઃ- ભાવનગર મહાનગરપાલિકા ભરતી : ધોરણ 12 પાસ ઉમેદવારોને ભાવનગરમાં કાયમી નોકરી મેળવવા માટે ઉત્તમ તક, અહીં વાંચો બધી માહિતી

ઉમેદવારોને સૂચન છે કે ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવું અને પછી જ અરજી કરવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ