ભાવનગર મહાનગરપાલિકા ભરતી : ભાવનગરમાં ₹ 40,000થી વધુના પગારવાળી નોકરી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

BMC recruitment 2024 : ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ સેફ્ટી અધિકારીની પણ ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

BMC recruitment 2024 : ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ સેફ્ટી અધિકારીની પણ ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
BMC recruitment 2024, Food Safety Officer

ભાવનગર મહાનગરપાલિકા ભરતી, ફૂડ સેફ્ટી અધિકારી- photo- facebook

BMC Recruitment 2024,ભાવનગર મહાનગરપાલિકા ભરતી : ભાવનગરમાં રહેતા અને સારા પગાર વાળી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. તાજેતરમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પદો માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી અંતર્ગત ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ સેફ્ટી અધિકારીની પણ ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ફૂડ સેફ્ટી અધિકારી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે અગત્યની માહિતી

સંસ્થાભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટફૂડસેફ્ટી
જગ્યા2
વય મર્યાદા35 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની શરુઆતની તારીખ25-10-2024
અરજી કરવાની છેલ્લી તારીખી15-11-2024
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d

ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • કોઈપણ માન્ય યુનિવર્સિટી ફૂડ ટેક્નોલોજી અથવા ડેરી ટેક્નોલોજી અથવા બાયો ટેક્નોલોજી અથવા ઓઈલ ટેક્નોલોજી અથવા એગ્રીકલ્ચર સાયન્સ અથવા વેટરનરી સાયન્સ કરેલું હોવું જોઈએ.
  • ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસિફિકેશન અને રીક્રૂટમેન્ટ રૂલ્સ 1967 મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ
  • ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

પગાર ધોરણ

  • પ્રથમ વાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹40,800 ફિક્સ પગાર મળશે
  • ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-6 સ્કેલ ₹35,400-₹1,12,400 નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.

વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાદ લાગુ પડશે નહીં પરંતુ અધિક્તમ વયમર્યાદા 45 વર્ષની રહેશે

અરજી કેવી રીતે કરવી

  • ઉમેદવારોએ સૌ પ્રથમ http://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર જવું
  • એપ્લાય ઓનલાઈન ક્લિક પર ક્લિક કરવું
  • મોર ડીટેઈલમાં જુનિયર ક્લાર્ક જગ્યા ઉપર ક્લિક કરું, જેની આગળ એપ્લાય નાઉ આપેલું હશે ત્યાં ક્લિક કરું
  • ત્યારબાદ ફોર્મ ખુલશે. ફોર્મમાં આપેલી વિગતોને ધ્યાનપૂર્વક ભરવી
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ફોર્મ સબમિટ કરવું અને ભવિષ્યના રેફરન્સ માટે ક્લિક કરવી

નોટિફિકેશન

ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ અહીં આપેલું નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચોઃ- ભાવનગરમાં જ સારા પગારની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ઉમેદવારોને સૂચન છે કે ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવું અને પછી જ અરજી કરવી.

Advertisment
ભાવનગર ગુજરાત નોકરી ભરતી સરકારી નોકરી