BMC Recruitment 2024, ભાવનગર મહાનગરપાલિકા ભરતી : ભાવનગરમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘરઆંગણે જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સબ ફાયર ઓફિસર પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રકાર, નોકરીનું સ્થળ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા ભાવનગર મહાનગરપાલિકા (BMC) પોસ્ટ સબ ફાયર ઓફિસર વિભાગ ફાયર વિભાગ જગ્યા 5 એપ્લિકેશન મોડ ઓનલાઈન વય મર્યાદા 35 વર્ષથી વધુ નહીં અરજી કરવાની છેલ્લી તારીખ 30-11-2024 ક્યાં અરજી કરવી? https://ojas.gujarat.gov.in/
ભાવનગર મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો
ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં સબ ફાયર ઓફિસર સંવર્ગની કુલ 5 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે.
શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટીના સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ(નાગપુર)નો સબ ફાયર ઓફિસરનો કોર્ષ અથવા ફાયર પ્રિવેન્શનનો કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.
- અથવા બી.ઈ-બી.ટેક(ફાયર) કે બી.ઈ.- બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી) કે બી.એસસી (ફાયર-ફાયર એન્ડ સેફ્ટી)ની ડીગ્રી ધરાવતા હોવા જોઈએ
- હવે મોટર વ્હીકલ ચલાવવાનું લાઈસન્સ ધરાવતા હોવા જોઈએ
- ઉમેદવારને કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ
- ગુજરાતી, હિન્દી અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ₹ 40,800 નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-5 ₹29,200- ₹92,300 નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે
વય મર્યાદા
- ભાવનગર મહાનગરપાલિકા માટે અરજી કરનાર ઉમેદવારની 18 વર્ષથી ઓછી અને ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
- ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાદ લાગુ પડશે નહીં જોકે, વધુમાં વધુ ઉંમર 45 વર્ષની રહેશે.
કેવી રીતે અરજી કરવી
ભાવનગર મહાનગરપાલિકાની સબ ફાયર ઓફિસરની પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારોએ આપેલા સ્ટેપ અનુસરવાર
અરજી કરવા માટે ઉમેદવારો ગુજરાત જાહેર સેવા આયોગની https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ ઉપર જવુંજ્યાં ભાવનગર મહાગરપાલિકા ભરતીની લિંક પર જવુંઅહીં વિવિધ પોસ્ટ માટે ભરતીની માહિતી આપવામાં આવી હશેજ્યાં તમારે સબ ફાયર ઓફિસરની પોસ્ટ માટે આપેલા એપ્લાઈ નાઉના બટન પર ક્લિક કરવુંફોર્મમાં માંગેલી તમામ વિગતો ધ્યાન પૂર્વક ભરવી અને ફી ચૂકવણી કરવીમાહિતી ભરાઈ ગયા બાદ ફોર્મ સબમીટ કરી દેવુંભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ આઉટ કાઢી લેવી
નોટિફિકેશન
ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રકાર, નોકરીનું સ્થળ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.
આ પણ વાંચોઃ- ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મેડિકલ ઓફિસર વર્ગ-2ની 1500થી વધુ નોકરીઓ, ₹ 53,000થી વધુ પગાર
ઉમેદવારોને સૂચન છે કે ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવું અને પછી જ અરજી કરવી.





