Board Exam Tips, બોર્ડ પરીક્ષા ટીપ્સ : ગુજરાત સહિત દેશમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ટૂંક સમયમાં શરુ થશે જ્યારે ક્યાં ક્યાં બોર્ડની પરીક્ષા શરુ પણ થઈ ગઈ છે. સમગ્ર દેશમાં CBSE સહિત રાજ્ય બોર્ડ દ્વારા પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. આ બોર્ડની પરીક્ષાઓમાં કરોડો વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ત્યારે આ સમયે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારો જરૂરી છે. જેનાથી વિદ્યાર્થીઓ પરીક્ષામાં શારું પ્રદર્શન કરી શકે.
બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓની પણ પરીક્ષા થઈ જતી હોય છે. પરંતુ આવા સમય માતા-પિતાએ પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો તમારું બાળક પણ બોર્ડની પરીક્ષામાં ભાગ લેતું હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો. કોઈપણ ધ્યેય હાંસલ કરવા માટે, વિદ્યાર્થી, તેના શિક્ષકો અને તેના પરિવારનો ટેકો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ આ બધામાં સૌથી મહત્વની ભૂમિકા માતા-પિતાની છે.
બાળકોને અભ્યાસ માટે એકલા છોડવા નહીં
બોર્ડ પરીક્ષા ટીપ્સમાં માતા-પિતાની વાત કરીએ તો કેટલાક માતા-પિતા તેમના બાળકોને અભ્યાસ માટે એકલા છોડી દે છે. પરંતુ તમારે આ કરવાનું ટાળવું જોઈએ. 24 કલાકમાં ઓછામાં ઓછા 2 થી 4 કલાક તમારા બાળકોને આપો અને તેમને સાંભળો. જો તેઓ આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો તેને ઉકેલવાનો પ્રયાસ કરો.
આ પણ વાંચોઃ- પીએસઆઈની ભરતીના નિયમો બદલાયા, હવે ત્રણને બદલે બે જ પરીક્ષા લેવાશે
બોર્ડ પરીક્ષા ટીપ્સ : અન્ય બાળકો સાથે ક્યારે ન કરો તુલના
બોર્ડ પરીક્ષા ટીપ્સની જો વાત કરીએ તો કોઈ પણ માતા-પિતાએ તેમના બાળકોની તુલના અન્ય બાળકો સાથે કરવી જોઈએ નહીં. આનાથી તમારા બાળકનું મનોબળ ઘટે છે અને તેના મનમાં એક હીનતા સંકુલ વિકસિત થવા લાગે છે, જે તેના ભવિષ્ય માટે ઘાતક સાબિત થશે. પરીક્ષા દરમિયાન માતા-પિતાએ તેમના બાળકોની ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને તેઓ આ સમયગાળા દરમિયાન શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકે. શારીરિક સ્વાસ્થ્ય માટે તેમને કસરત કરવા અથવા અન્ય વસ્તુઓ રમવા માટે પ્રેરિત કરો.
આ પણ વાંચોઃ- ગુજરાત ટુરિઝમ ભરતી, વિવિધ મેનેજર પોસ્ટ માટે કરો અરજી, ₹ 50,000 સુધી મળશે પગાર
11 માર્ચથી 22 માર્ચ વચ્ચે યોજાશે બોર્ડની પરીક્ષા
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ 2024 વચ્ચે યોજાશે. ધોરણ 10ની પરીક્ષામાં ગુજરાતના કુલ 9.17 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. જ્યારે ધોરણ 12માં કુલ 6.21 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.