ભારતીય રિઝર્વ બેંક ભરતી : આરબીઆઈમાં અધિકારી બનવાની સુવર્ણ તક, સારા પગારની નોકરી, વાંચો બધી જ માહિતી

RBI Grade B Recruitment 2024, ભારતીય રિઝર્વ બેંક ભરતી : આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 25 જુલાઈથી શરૂ થશે. જે પછી રસ ધરાવતા અને લાયક ઉમેદવારો RBI ની સત્તાવાર વેબસાઇટ www.rbi.org.in પર જઈને અરજી ફોર્મ ભરી શકશે.

Written by Ankit Patel
July 20, 2024 13:05 IST
ભારતીય રિઝર્વ બેંક ભરતી : આરબીઆઈમાં અધિકારી બનવાની સુવર્ણ તક, સારા પગારની નોકરી, વાંચો બધી જ માહિતી
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભરતી - photo - X

RBI Grade B Recruitment 2024, ભારતીય રિઝર્વ બેંક ભરતી : ભારતીય રિઝર્વ બેંક (RBI)માં સરકારી નોકરીનું સપનું જોતા યુવાનો માટે એક અભૂતપૂર્વ તક આવી છે. RBI એ ઓફિસર્સ ગ્રેડ Bની ખાલી જગ્યાની સત્તાવાર ટૂંકી સૂચના બહાર પાડી છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 25 જુલાઈથી શરૂ થશે. જે પછી રસ ધરાવતા અને લાયક ઉમેદવારો RBI ની સત્તાવાર વેબસાઇટ www.rbi.org.in પર જઈને અરજી ફોર્મ ભરી શકશે. ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2024 સાંજે 6 વાગ્યા સુધી છે.

ભારતીય રિઝર્વ બેંક ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, મહત્વની તારીખો, પસંદી પ્રક્રિયા, પગાર ધોરણ સહિત તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

ભારતીય રિઝર્વ બેંક ભરતી માટે અગત્યની માહિતી

સંસ્થાભારતીય રિઝર્વ બેંક
પોસ્ટRBI grad B
જગ્યા94
વયમર્યાદાલઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ 30 વર્ષ
અરજી કરવાની શરુઆતની તારીખ25 જુલાઈ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ16 ઓગસ્ટ 2024
વેબસાઈટwww.rbi.org.in

ભારતીય રિઝર્વ બેંક ભરતી, પોસ્ટની વિગત

RBI એ કઈ પોસ્ટ માટે કેટલી ખાલી જગ્યાઓ બહાર પાડી છે તેની વિગતો પણ અહીં આપવામાં આવી છે.

પોસ્ટજગ્યા
અધિકારી ગ્રેડ B (સામાન્ય)66
અધિકારી ગ્રેડ B (DEPR)21
અધિકારી ગ્રેડ B (DSIM)7
કૂલ94

ભારતીય રિઝર્વ બેંક ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ઓફિસર ગ્રેડ Bની આ સરકારી નોકરી માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. જ્યારે ગ્રેડ B DEPR અને DSIM ની પોસ્ટ માટે ફોર્મ ભરવા માટે ઉમેદવારો પાસે નાણા અને અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી/PGDM/MBA હોવું જોઈએ. DSIM માટે તમામ સેમેસ્ટરમાં ન્યૂનતમ 55% ગુણ સાથે આંકડાશાસ્ત્ર/ગણિતમાં ડિગ્રી. ઉમેદવારો સૂચનામાં અન્ય વિગતો જોઈ શકે છે.

ભારતીય રિઝર્વ બેંક ભરતી માટે વય મર્યાદા અને અરજી ફી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવાાં આવેલી ભરતી અંતર્ગત ઉમેદવારની ઉંમરની વાત કરીએ તો લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ 30 વર્ષ. અનામત વર્ગો માટે પણ છૂટછાટની જોગવાઈ કરવામાં આવી છે. અરજી ફીની વાત કરીએ તો જનરલ/OBC/EWS માટે રૂ. 850, SC, ST અને PH ઉમેદવારો માટે રૂ. 100 અરજી ફી તરીકે ચૂકવવા પડશે.

નોટિફિકેશન

આ પણ વાંચો

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. ભરતી સંબંધિત કોઈપણ અન્ય માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર સૂચના જોઈ શકે છે અથવા RBI વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ