BSF Tradesman Recruitment 2025: ભારતીય સેનામાં નોકરી કરવાની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. બોર્ડર સિક્યુરીટ ફોર્સ દ્વારા કોન્સ્ટેબલની બમ્પર ભરતીઓ બહાર પાડી છે. વિવિધ ટ્રેડમેન્સની પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાઓ ઓનલાઈન અરજીઓ મંગાવી છે. BSF માં 3588 ખાલી જગ્યાઓ માટે ટૂંકી સૂચના બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 26 જુલાઈથી શરૂ થશે. ઉમેદવારો 25 ઓગસ્ટ 2025 સુધી સત્તાવાર વેબસાઇટ bsf.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
BSF ભરતી 2025 અંતર્ગત કોન્સ્ટેબલ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાાદ, પગાર ધોરણ, મહત્વની તારીખો, અરજી પ્રક્રિયા સહિતની અગત્યની માહિતી અહીં વાંચો.
BSF ભરતી 2025 અંતર્ગત મહત્વની માહિતી
સંસ્થા બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) પોસ્ટ કોન્સ્ટેબલ જગયા 3588 વય મર્યાદા 18 થી 25 વર્ષ વચ્ચે એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની શરુઆતની તારીખ 26 જુલાઈ 2025 અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2025 ક્યાં અરજી કરવી bsf.gov.in
પોસ્ટની વિગતો
BSF માં 3588 ખાલી જગ્યાઓ માટે ટૂંકી સૂચના બહાર પાડવામાં આવી છે.
ખાલી જગ્યાઓની વિગતો
પોસ્ટ પુરુષ સ્ત્રી મોચી 65 2 દરજી 18 1 સુથાર 38 – પ્લમ્બર 10 – પેઇન્ટર 5 – ઇલેક્ટ્રિશિયન 4 – પંપ ઓપરેટર 1 – અપહોલ્સ્ટર 1 – વોટર કેરિયર 699 38 વોશરમેન 320 17 વાળંદ 115 6 સ્વીપર 652 35 એટેન્ડન્ટ 13 – કૂક 82 કુલ 1943 182
કોણ અરજી કરી શકે છે?
BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025 માટે અરજી વિન્ડો ખુલ્યા પછી ઉમેદવારોએ માન્ય સંસ્થામાંથી સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર સાથે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત, ઉમેદવારોની વય મર્યાદા કોઈપણ છૂટછાટ વિના 18 થી 25 વર્ષ હોવી જોઈએ. ઉમેદવારોની પસંદગી શારીરિક પરીક્ષણ, લેખિત પરીક્ષણ, દસ્તાવેજ ચકાસણી (DV) અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે.
BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 26 જુલાઈ 2025 થી સત્તાવાર વેબસાઇટ અથવા ભરતી પોર્ટલ rectt.bsf.gov.in પર શરૂ થશે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
બધા લાયક ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલાં તેમના અરજી ફોર્મ ભરવા અને સબમિટ કરવા જોઈએ. અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ સત્તાવાર વેબસાઇટ પર જાહેરાત પ્રકાશિત થયાના 30 દિવસ પછી છે.
અરજી કેવી રીતે કરવી, કયા દસ્તાવેજો અપલોડ કરવા અને અન્ય મહત્વપૂર્ણ વિગતો સહિતની સંપૂર્ણ વિગતો 26 જુલાઈના રોજ જ જાહેર થનારી વિગતવાર સૂચનામાં જાહેર કરવામાં આવશે.





