બીએસએફમાં સ્પોર્ટ્સ ક્વોટામાં ભરતી, અરજી પ્રક્રિયા આ તારીખથી શરૂ થશે

BSF GD Constable Bharti 2024: બીએસએફ સ્પોર્ટ્સ ક્વોટા ભરતી 2024 નોટિફિકેશન રાષ્ટ્રની સેવા કરવા ઇચ્છુક રમતવીરો માટે એક શાનદાર તક પૂરી પાડે છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન રહેશે

Written by Ashish Goyal
November 29, 2024 22:07 IST
બીએસએફમાં સ્પોર્ટ્સ ક્વોટામાં ભરતી, અરજી પ્રક્રિયા આ તારીખથી શરૂ થશે
બોર્ડર સિક્યુરિટી ફોર્સે કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પોસ્ટ માટે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ભરતીનું જાહેરનામું બહાર પાડ્યું (તસવીર - સોશિયલ મીડિયા)

BSF GD Constable Bharti 2024: બોર્ડર સિક્યુરિટી ફોર્સે (બીએસએફ) 21 નવેમ્બર 2024 ના રોજ કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પોસ્ટ માટે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ભરતીનું જાહેરનામું બહાર પાડ્યું હતું. તે નોટિફિકેશન અનુસાર કુલ 275 ખાલી જગ્યાઓ માટે પુરુષ અને મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 1 ડિસેમ્બર 2024થી શરૂ થશે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ bsf.gov.in પર જઈને અરજી કરવાની રહેશે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ ક્યારે છે?

આ ભરતી માટે પ્રતિભાશાળી પુરુષ અને મહિલા એથ્લિટ્સને ભારતના પ્રમુખ અર્ધસૈનિક દળોમાંથી એકમાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. બીએસએફ સ્પોર્ટ્સ ક્વોટા ભરતી 2024 નોટિફિકેશન રાષ્ટ્રની સેવા કરવા ઇચ્છુક રમતવીરો માટે એક શાનદાર તક પૂરી પાડે છે. બીએસએફ સ્પોર્ટ્સ ક્વોટા ભરતી 2024 માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 1 ડિસેમ્બર 2024 થી શરૂ થશે અને 30 ડિસેમ્બર 2024 સુધી ચાલશે.

પુરુષ અને મહિલા ઉમેદવારો માટે કેટલી જગ્યાઓ

આ ભરતી હેઠળ અરજી કરનારા ઉમેદવારો રમતગમતની વિવિધ શાખાઓના આધારે અરજી કરી શકે છે. આ ભરતી સ્પર્ધાત્મક લાભ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક પૂરી પાડે છે, જે રમતગમત અને રાષ્ટ્રીય સેવા માટે સમર્પિત વ્યક્તિઓ માટે સુવર્ણ તક બનાવે છે. આ ભરતી હેઠળ પુરુષ ઉમેદવારો માટે કુલ 127 અને મહિલા ઉમેદવારો માટે 148 જગ્યાઓ ખાલી છે.

આ પણ વાંચો – માર્ગ અને મકાન વિભાગમાં મદદનીશ ઈજનેર વર્ગ -2ની નોકરી, પગાર પણ જોરદાર

ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત?

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10 પાસ અથવા તેની સમકક્ષ હોવા જોઈએ. આ ઉપરાંત ખેલાડીએ અલગ-અલગ સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો હોવો જોઈએ. વધારે માહિતી માટે ઉમેદવારો ભરતીની સત્તાવાર નોટિફિકેશન ચેક શકે છે.

વય મર્યાદા

ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને મહત્તમ વય 23 વર્ષ હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી 2025 ના આધારે કરવામાં આવશે. સાથે જ અનામત વર્ગને મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ મળશે. અરજી કરવા માટે કોઈ એપ્લિકેશન ફી રહેશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ