BSF Recruitment 2023 : બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં 1410 કોન્સ્ટેબલ પદો પર ભરતી, રૂ. 69000 સુધી પગાર

BSF Recruitment notification : નોટિફિકેશન (BSF Constable Recruitment 2023) અનુસાર કોન્સ્ટેબલ ટ્રેડમેનની કુલ 1410 પદો પર ભરતી કરવામાં આવશે. જેમાં મહિલાઓ માટે 67 વેકેન્સી છે.

Written by Ankit Patel
Updated : February 06, 2023 09:49 IST
BSF Recruitment 2023 : બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં 1410 કોન્સ્ટેબલ પદો પર ભરતી, રૂ. 69000 સુધી પગાર
બીએસએફમાં ભરતી, ફાઇલ તસવીર

BSF Recruitment 2023: બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)માં નોકરી મેળવવા ઇચ્છતા મહિલા અને પુરુષ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. બીએસએફે કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન પદો ઉપર ભરતી માટે નોટિફિકેશન રજૂ કર્યું છે. નોટિફિકેશન (BSF Constable Recruitment 2023) અનુસાર કોન્સ્ટેબલ ટ્રેડમેનની કુલ 1410 પદો પર ભરતી કરવામાં આવશે. જેમાં મહિલાઓ માટે 67 વેકેન્સી છે.

રસ દાખવતા ઉમેદવારોએ વિભાગની સત્તાવાર વેબસાઇટ rectt.bsf.gov.in ઉપર વિઝિટ કરીને આવેદન કરી શકે છે. આ ભરતી માટે માત્ર શોર્ટ નોટિફિકેશન રજૂ કર્યું છે. ભરતી માટે ડિટેલ નોટિફિકેશન ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે.

બીએસએફ કોન્સ્ટેબલ ભરતી 2023

કુલ પોસ્ટ્સ – 1,410સ્ત્રી – 67 જગ્યાઓપુરૂષ – 1,343 પોસ્ટ્સ

આ પણ વાંચોઃ- GPSC Exam 2023: જીપીએસસી દ્વારા 2023માં લેવામાં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર, જાણો આ વર્ષે કેટલી છે ભરતી

શૈક્ષણિક લાયકાત

કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10મું પાસ પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. આ સાથે ઉમેદવારોને સંબંધિત વેપારનો અનુભવ હોવો પણ જરૂરી છે. તમે પાત્રતા સંબંધિત અન્ય માહિતી માટે વિભાગની સત્તાવાર વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો.

આ પણ વાંચોઃ- IB Recruitment 2023: ધો.10 પાસ માટે ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં નોકરીની તક, રૂ.1,42,400 સુધી પગાર

વય મર્યાદા

અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. તે જ સમયે અનામત વર્ગના અરજદારોને વય મર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવી છે.

સત્તાવાર શોર્ટ નોટિફિકેશન

પગાર

મેટ્રિક્સ લેવલ 3 મુજબ, જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમને રૂ. 21,700 થી રૂ. 69,100 સુધીનો પગાર આપવામાં આવશે. આ સાથે, પસંદગીના ઉમેદવારોને કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઉપલબ્ધ તમામ સુવિધાઓ મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ