બીએસએફ ભરતી 2024 : ધો.12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક, ₹92,000 સુધીનો પગાર, વાંચો સંપૂર્ણ માહિતી

BSF Recruitment 2024, બીએસએફ ભરતી 2024: કેન્દ્ર સરકારની નોકરીની શોધમાં રહેલા ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. આ લેખમાં ભરતી અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

Written by Ankit Patel
June 10, 2024 12:32 IST
બીએસએફ ભરતી 2024 : ધો.12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક, ₹92,000 સુધીનો પગાર, વાંચો સંપૂર્ણ માહિતી
બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભરતી - Photo - BSF

BSF Recruitment 2024, બીએસએફ ભરતી 2024: નોકરીની શોધમાં રહેલા ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ સહિતની કૂલ 1526 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ માટે 8 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારો rectt.bsf.gov.in વેબસાઈટ ઉપર ઓનલાઇન અરજી કરી શકે છે.

બીએસએફ ભરતી 2024 માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા સહિતની ભરતી અંગેની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

બીએસએફ ભરતી 2024 અંગે મહત્વની માહિતી

સંસ્થાબોર્ડર સિક્યુરિટી ફોર્સ
પોસ્ટએએસઆઈ, કોન્સ્ટેબલ સહિત વિવિધ
કુલ જગ્યા1526
ક્યાં અરજી કરવીrectt.bsf.gov.in
પગાર₹ 92,000 સુધી

પોસ્ટ અંગે વિગતે માહિતી

વિભાગખાલી જગ્યા
CRPF 303
BSF319
ITBP219
CISF 642
SSB08
આસામ રાઇફલ્સ 35

પાત્રતા અને માપદંડ

  • અરજી કરવા માટે, ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10+2 (મધ્યવર્તી) પાસ કરેલ હોવું આવશ્યક છે.
  • સ્ટેનોગ્રાફરની જગ્યાઓ માટે પણ સ્ટેનોગ્રાફી કૌશલ્યની માંગણી કરવામાં આવશે.
  • ઉમેદવારની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 25 વર્ષ રહેશે

પગાર ધોરણ

પોસ્ટપગાર
એએસઆઈ અને વોરન્ટ ઓફિસર ₹29200- ₹92,300
હેડકોન્સ્ટેબલ ₹25,500 – ₹81,100

નોટિફિકેશન

બીએસએફ ભરતી 2024 માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા સહિતની ભરતી અંગેની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું.

આ પણ વાંચોઃ- વડોદરા મહાનગરપાલિકા ભરતી, વડોદરામાં ITI, ધો.10 પાસ અને સ્નાતકો માટે નોકરીની સુવર્ણ તક

બીએસએફ ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી?

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ rectt.bsf.gov.in પર જાઓ.
  • સંબંધિત એપ્લિકેશનની લિંક પર ક્લિક કરો.
  • આ પછી તમારે જરૂરી વિગતો ભરીને નોંધણી કરવી પડશે.
  • તમામ વિગતો સબમિટ કરીને ફોર્મ ભરો.
  • છેલ્લે તમારે નિયત ફી ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

પસંદગી કેવી રીતે થશે?

તમને જણાવી દઈએ કે આ ભરતી પ્રક્રિયા માત્ર ઓનલાઈન છે, ઓફલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. આ ભરતી માટે કોમ્પ્યુટર આધારિત કસોટી હિન્દી અને અંગ્રેજીમાં લેવામાં આવશે. આ ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં પણ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. જેઓ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ કરે છે તેઓએ શારીરિક ધોરણ કસોટી અને શારીરિક કાર્યક્ષમતા કસોટીમાં હાજર રહેવાનું રહેશે. આ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ડિટેઈલ મેડિકલ ટેસ્ટ થશે. ખાલી જગ્યાઓ અખિલ ભારતીય ધોરણે ભરવામાં આવશે. આ પછી, BSF નોડલ ફોર્સ દ્વારા સ્કિલ ટેસ્ટ, DV અને મેડિકલ ટેસ્ટમાં ઉમેદવારના મેરિટ કમ પર્ફોર્મન્સના આધારે અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ