BSF Recruitment 2025: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં રેડિયો ઓપરેટર અને મિકેનિક (RO અને RM) ની જગ્યાઓ પર હેડ કોન્સ્ટેબલની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું બુધવાર, 13 ઓગસ્ટ 2025 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. જોકે, ઉમેદવારોએ અરજી કરવા માટે હવે રાહ જોવી પડશે.
બીએસએફ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
BSF bharti 2025ની મહત્વની માહિતી
સંસ્થા બોર્ડર સિક્યુરિટી ફોર્સ પોસ્ટ વિવિદ જગ્યા 1121 એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની શરુઆતની તારીખ 24 ઓગસ્ટ 2025 અરજી કરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2025
પોસ્ટની વિગતો
માહિતી અનુસાર BSF માં રેડિયો ઓપરેટર (RO) અને રેડિયો મિકેનિક (RM) ની 1121 ખાલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 24 ઓગસ્ટથી શરૂ થશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ bsf.gov.in ની મુલાકાત લેવાની રહેશે.
કોણ અરજી કરી શકે છે?
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (DGBSF) ના ડિરેક્ટોરેટ જનરલ દ્વારા જારી કરાયેલ સત્તાવાર સૂચના અનુસાર, અરજી પ્રક્રિયા 24 ઓગસ્ટથી શરૂ થશે અને 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સમય દરમિયાન રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી માટે લાયક ઉમેદવારો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતમાં 12મું પાસ હોવા જોઈએ. ઉપરાંત, 12મા ધોરણમાં 60 ટકા ગુણ હોવા જોઈએ. અથવા 10મું પાસ અને ITI કરેલ ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
પસંદગી કેવી રીતે થશે?
અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત શ્રેણીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. બીજી તરફ, આ ભરતી માટે નોંધણી કરાવનારા ઉમેદવારો ચાર તબક્કાની પસંદગી પ્રક્રિયામાંથી પસાર થશે. સૌ પ્રથમ, ઉમેદવારોએ શારીરિક કસોટી આપવી પડશે. ત્યારબાદ લેખિત કસોટી થશે. ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને તબીબી કસોટી થશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ખાલી જગ્યાઓની માહિતી
આ ભરતી ઝુંબેશ દ્વારા, કુલ 1121 ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે, જેમાં 910 ખાલી જગ્યાઓ રેડિયો ઓપરેટર માટે અને 211 ખાલી જગ્યાઓ રેડિયો મિકેનિક માટે છે. OBC ઉમેદવારોને વય મર્યાદામાં 3 વર્ષની છૂટછાટ અને SC/ST ઉમેદવારોને વય મર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે.