Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
કરિયર Top News

Canada Students visa : ભારતીય વિદ્યાર્થીઓના ખાતામાં હશે આટલા રૂપિયા તો જ મળશે કેનેડામાં એન્ટ્રી, વિઝા નિમય બદલાયો

canada student visa financial requirement : કેનેડામાં અભ્યાસ કરવા જતા વિદેશી વિદ્યાર્થીઓએ બતાવવું પડશે કે તેમની પાસે ફી ચૂકવવા અને અહીં રહેવા અને ખાવા માટે પૂરતા પૈસા છે. આ પછી જ તેમને વિદ્યાર્થી વિઝા મળે છે.

Written byAnkit Patel

canada student visa financial requirement : કેનેડામાં અભ્યાસ કરવા જતા વિદેશી વિદ્યાર્થીઓએ બતાવવું પડશે કે તેમની પાસે ફી ચૂકવવા અને અહીં રહેવા અને ખાવા માટે પૂરતા પૈસા છે. આ પછી જ તેમને વિદ્યાર્થી વિઝા મળે છે.

author-image
Ankit Patel
02 Sep 2025 18:23 IST
પર અપડેટ કર્યું 02 Sep 2025 18:24 IST

Follow Us

New Update
Canada Students Visa : ભારતીય વિદ્યાર્થીઓ ઉપર મોટી અસર, કેનેડા રેકોર્ડ 62 ટકા સ્ટૂડન્ટ વિઝા કર્યા રિજેક્ટ

કેનેડા સ્ટુડન્ટ વિઝા નિયમ બદલાયો - photo- freepik

Canada Study Permit Requirement: કેનેડાએ અહીં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમારે કેનેડિયન સ્ટડી પરમિટ માટે વધુ બચત રકમ દર્શાવવી પડશે, ત્યારબાદ જ તે જારી કરવામાં આવશે. નવા નિયમો 1 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યા છે. કેનેડામાં અભ્યાસ કરવા જતા વિદેશી વિદ્યાર્થીઓએ બતાવવું પડશે કે તેમની પાસે ફી ચૂકવવા અને અહીં રહેવા અને ખાવા માટે પૂરતા પૈસા છે. આ પછી જ તેમને વિદ્યાર્થી વિઝા મળે છે. સરકાર ઇચ્છતી નથી કે વિદ્યાર્થીઓ અહીં આવે અને તેના પર નિર્ભર બને.

Advertisment

ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) એ લઘુત્તમ ભંડોળ મર્યાદામાં 2260 કેનેડિયન ડોલર (લગભગ રૂ. 1.50 લાખ)નો વધારો કર્યો છે. આ રીતે, હવે ફક્ત તે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિઝા મળશે, જેમના ખાતામાં 22,895 કેનેડિયન ડોલર (લગભગ રૂ. 14.65 લાખ) જેટલી રકમ હશે.

આ વધેલી મર્યાદા વિદ્યાર્થીઓનું બજેટ પણ બગાડશે. નવા નિયમો લાગુ થયા પછી, ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડામાં અભ્યાસ કરવો પહેલા કરતાં વધુ ખર્ચાળ બનશે. જો તમે તમારા પરિવારને સાથે લાવો છો, તો તમારે વધુ પૈસાનો પુરાવો બતાવવો પડશે.

નવા નિયમો 1 સપ્ટેમ્બર, 2025 પછી વિદ્યાર્થી વિઝા માટે અરજી કરનારા તમામ વિદ્યાર્થીઓ પર લાગુ થશે. આ રકમ ફક્ત વિદ્યાર્થીઓ માટે જ વધારવામાં આવી નથી, પરંતુ જો તેઓ તેમના પરિવારના કોઈ સભ્ય સાથે દેશમાં આવે છે, તો તેમણે દરેક સભ્ય માટે વધુ પૈસા હોવાનો પુરાવો પણ બતાવવો પડશે.

Advertisment

આ પણ વાંચોઃ-US Visa New rule : અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ અને વર્કર્સને સૌથી વધુ અસર કરતો નવો નિયમ લાગુ, જાણો કયા ફેરફારો થયા?

ઉદાહરણ તરીકે, ચાર લોકોના પરિવાર સાથે આવતા વિદ્યાર્થીઓએ હવે 42,543 કેનેડિયન ડોલર (લગભગ 27 લાખ રૂપિયા) હોવાનો પુરાવો આપવો પડશે. તેમના માટે રકમમાં $4,197નો વધારો થયો છે.

વિઝા શિક્ષણ કેનેડા કરિયર
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!