Canada Visa Delay : કેનેડા સ્ટુડન્ટ વિઝામાં વિલંબ થી ભારતીય વિદ્યાર્થીઓ ચિંતિત, જાણો કારણ અને સમસ્યાનું સમાધાન

Canada Students Visa Delay : કેનેડાના સ્ટુડન્ટ વિઝા મેળવવામાં 3 થી 4 મહિનાનો વિલંબ થતા ભારતીય વિદ્યાર્થીઓ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેનેડા વિઝામાં કેમ વિલંબ થઇ રહ્યો છે અને આ સમસ્યાનું સમાધાન શું છે જાણો અહીં

Canada Students Visa Delay : કેનેડાના સ્ટુડન્ટ વિઝા મેળવવામાં 3 થી 4 મહિનાનો વિલંબ થતા ભારતીય વિદ્યાર્થીઓ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેનેડા વિઝામાં કેમ વિલંબ થઇ રહ્યો છે અને આ સમસ્યાનું સમાધાન શું છે જાણો અહીં

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Student Visa | canada student visa | Immigration policy | canada international student visas

કેનેડાએ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વીઝા ઇશ્યૂ કરવા પર બે વર્ષ માટે મર્યાદા નક્કી કરી છે. (Express Photo)

Canada Visa Delay : ગુજરાતના લોકો માટે વિદેશ સ્થાયી થવા કેનેડા અને અમેરિકા સૌથી લોકપ્રિય ડેસ્ટિનેશનલ છે. હાલ જો લોકો કેનેડા ભણવા કે સ્થાયી થવાનું વિચારી રહ્યા છે તેમના માટે માઠા સમાચાર છે. જાન્યુઆરી 2024થી કેનેડાના સ્ટુડન્ટ વિઝાને મંજૂરી આપવામાં ત્રણથી ચાર મહિનાનો સમય લાગી રહ્યો છે. આનું કારણ એ છે કે કેનેડાની સરકારે આ વર્ષે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા મંજૂરી માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે.

Advertisment

આવી પરસ્થિતિમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમણે એન્ટ્રેન્સ એક્ઝામ પહેલા કેનેડાના વિઝા મેળવવાનો પ્રયાસ કર્યો છે. આ બધા સપ્ટેમ્બરની એન્ટ્રેન્સ એક્ઝામમાં પ્રવેશ મેળવવાની યોજના બનાવી રહ્યા છે પરંતુ તેમને વિઝા મેળવામાં ઘણો વિલંબ થઈ રહ્યો છે.

હવે પ્રશ્ન એ છે કે, પેન્ડિંગ અને નવી વિઝા અરજીઓ ધરાવતા વિદ્યાર્થીઓ કેનેડાના સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે તેમની અરજીમાં શું સુધારો કરી શકે છે. કેનેડાના સ્ટુડન્ટ વિઝા અંગેના એડવાઇઝર જણાવે છે કે કેનેડાની સરકારે સ્ટુડન્ટ વિઝામાં અનેક ફેરફારો અમલી બનાવ્યા છે, જેમાં ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવાનો પણ સમાવેશ થાય છે.

કેનેડા ના પ્રાંતો દ્વારા જારી કરાયેલા વેરિફિકેશન લેટર હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા મેળવવા માટે ફરજિયાત છે. કોલેજ/યુનિવર્સિટી તરફથી ઓફર લેટર પણ ફરજિયાત કરવામાં આવ્યા છે. વિઝા કન્સલ્ટન્ટો એ બાબત તરફ પણ ધ્યાન દોર્યું હતું કે આ ફેરફારો 22 જાન્યુઆરીથી અમલમાં આવ્યા હતા અને ઘણા પ્રાંતો /પ્રદેશોએ હજી સુધી વેરિફિકેશન લેટર જારી કર્યા નથી, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓના વિઝા હજી સુધી મંજૂર થયા નથી.

Advertisment

વેરિફિકેશન લેટર જારી કરવામાં વિલંબ

પંજાબમાં વિઝા એડવાઇઝર ગુરપ્રીત સિંહે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને પહેલા કોલેજમાંથી ઓફર લેટર મળે છે, ત્યારબાદ ટોકન ટ્યુશન ફી ભર્યા બાદ સ્વીકૃતિ પત્રો (એલઓએ) આવે છે. પછી કોલેજો વિદ્યાર્થીઓ માટે પ્રાંતથી વેરિફિકેશન પ્રાપ્ત કરે છે. અત્યારે મોન્ટ્રિયલમાં વેરિફિકેશન ઇશ્યૂ કરવામાં આવી રહી છે એટલે કે ક્વિબેક અને અન્ય પ્રાંતોએ પણ આ નિયમનું પાલન કરવાનું શરૂ કર્યું છે.

મોન્ટ્રિયલના વિદ્યાર્થીઓને અગાઉ CAQ (ક્વિબેક સ્વીકૃતિ પ્રમાણપત્ર) મેળવવું પડતું હતું, અને હવે CAQના સ્થાને વેરિફિકેશન લેટર જારી કરવામાં આવે છે. આ પ્રક્રિયા અંગે કેનેડાની કોલેજોમાં મૂંઝવણ છે, જેના કારણે વેરિફિકેશન લેટર ઇશ્યૂ કરવામાં વિલંબ થાય છે, અને તેથી વિદ્યાર્થીઓને વિઝા માટે લાંબી રાહ જોવી પડી રહી છે.

ભારતીય વિદ્યાર્થીઓને કેનેડા ના સ્ટુડન્ટ વિઝા મળવામાં વિલંબ

કમલપ્રીત સિંહ નામના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, મે મહિનાના પ્રવેશ માટે જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરી હતી પરંતુ બ્રિટિશ કોલંબિયા દ્વારા વેરિફિકેશન લેટર જારી કરવામાં વિલંબ થતાં કેનેડા તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. તેમનું કહેવું છે કે તેમની કોલેજ બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં જ છે.

કેનેડા ના વિઝા ઝડપથી કેવી રીતે મળી શકે?

વિઝાની મંજૂરી ઝડપથી મેળવવા માટે વિદ્યાર્થીઓ શું કરી શકે છે. વિઝા કન્સલ્ટન્ટ એવી સલાહ આપે છે કે, જો વિદ્યાર્થીઓને વેરિફિકેશન લેટર મળ્યો હોય અને તેઓ હજી પણ વિલંબનો સામનો કરી રહ્યા હોય, તો તેઓએ ખાતરી કરવી જોઈએ કે તેમનું પસંદ કરેલું અભ્યાસકમો પ્રતિબંધિત અભ્યાસક્રમો માં સામેલ તો નથી. આ એવા અભ્યાસકમો છે જે કોલેજો દ્વારા બંધ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો | UPSC : જાણો એવા યુવાનની કહાણી જે પરીક્ષામાં નાપાસ થયા બાદ પણ છે ચર્ચામાં

જો બધું બરાબર અને અરજી પર કોઈ પ્રતિસાદ ન મળે, તો વિદ્યાર્થીઓએ કેનેડિયન સરકારની વેબસાઇટ પર વેબ ફોર્મ સબમિટ કરવાનું વિચારવું જોઈએ. આ વિઝા પ્રક્રિયા વિશેની માહિતી મેળવવા અથવા સીએઆઇપીએસ (કમ્પ્યુટર આસિસ્ટેડ ઇમિગ્રેશન પ્રોસેસિંગ સિસ્ટમ) માટે અરજી કરવા માટે કરવામાં આવે છે, જે ત્રણથી ચાર અઠવાડિયામાં વિઝા એપ્લિકેશનની માહિતી પ્રદાન કરે છે. છેલ્લો ઉપાય એ છે કે, વિદ્યાર્થી એ અરજી પાછી ખેંચીને ફરી નવેસરથી અરજી કરવી જોઇએ.

કરિયર કરિયર ટીપ્સ કેનેડા દેશ