Career tips, 12 th Commerce Pass courses: ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડે ધોરણ 12નું પરિણામ જાહેર કરી દીધું છે ત્યારે હવે વિદ્યાર્થીઓ માટે મોટો પ્રશ્ન એ છે કે ધોરણ 12 પછી કયો અભ્યાસ કરવો? ધોરણ 12 પછી અનેક અભ્યાસક્રમો થાય છે જોકે, આ બધા પૈકી શ્રેષ્ઠ કોર્સ કેવી રીતે પસંદ કરવો એ વિદ્યાર્થીઓમાં સૌથી મોટી મૂંઝવણ છે.
કારણ કે આ તમારા અને તમારી કારકિર્દી માટે ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો છે. આ સમયે વિચાર્યા વિના લીધેલો ખોટો નિર્ણય તમને જીવનભર પસ્તાવો કરવા મજબૂર કરી શકે છે. તેથી વિદ્યાર્થીઓની લાયકાત, સારી નોકરીના વિકલ્પો, રુચિને ધ્યાનમાં રાખીને, તમારા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
તમારા માટે કયો વિકલ્પ યોગ્ય રહેશે તે નક્કી કરવા માટે અમે તમને કેટલાક સૂચનો આપી રહ્યા છીએ જે 12મું પાસ કર્યા પછી શું કરવું તેની સમસ્યાને ઘણી હદ સુધી હલ કરશે. તો ચાલો જાણીએ કે 12 કોમર્સ પાસ કર્યા પછી તમારા માટે કારકિર્દીનો શ્રેષ્ઠ વિકલ્પ કયો છે.
Career tips: ધોરણ 12 પછી કોમર્સના વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ?
કોમર્સના વિદ્યાર્થીઓ 12મી પછી ફાયનાન્સ, બેંકિંગ અને એકાઉન્ટના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે. ચાલો જાણીએ કે તેમના માટે કયા સારા વિકલ્પો છે.
Career tips: ધોરણ 12 પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કોર્સ કરો
ચાર્ટર્ડ એકાઉન્ટન્સી એ આજે સૌથી પ્રતિષ્ઠિત અભ્યાસક્રમો પૈકી એક છે. 12નું પરિણામ જાહેર થયા બાદ કોઈપણ પ્રવાહના વિદ્યાર્થીઓ સીએ કોર્સમાં પ્રવેશ લઈ શકશે. છેલ્લા વર્ષોમાં ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને GST જેવા ટેક્સ સુધારાને કારણે CAની માંગમાં ઝડપથી વધારો થયો છે. આ કોર્સ અન્ય પ્રોફેશનલ કોર્સ કરતા સસ્તો છે.
આ પણ વાંચોઃ- Gujarat Police Recruitment : પોલીસ ભરતીની શારીરિક કસોટીને લઇને હસમુખ પટેલે કરી અગત્યની જાહેરાત
જો તમે સખત અભ્યાસ કરો છો અને માર્ગદર્શન માટે સારી સંસ્થામાંથી કોચિંગ લો છો, તો તમે 4 વર્ષમાં કોર્સ પાસ કરી શકો છો. અને 12મું પાસ કર્યાના 4 વર્ષ પછી, તમે સારી કંપનીમાં CA તરીકે કામ કરી શકો છો અથવા સ્વતંત્ર રીતે તમારું કામ કરી શકો છો. આ કોર્સ કર્યા પછી તમારી આવક વધવાની સાથે સમાજમાં તમારી પ્રતિષ્ઠા પણ વધે છે.
Career tips: ધોરણ 12 પછી કંપની સેક્રેટરી (CS) કોર્સ કરો
કોમર્સના વિદ્યાર્થીઓ માટે કંપની સેક્રેટરી પણ સારો વિકલ્પ છે. કંપની સેક્રેટરી કંપનીને લગતી તમામ નાણાકીય અને કાયદાકીય બાબતોને વધુ સારી રીતે સમજે છે, તેથી તે કંપનીને અન્ય કોઈ કરતાં વધુ સારી રીતે ચલાવી શકે છે.
આ પણ વાંચોઃ- Gujarat Police Recruitment : ગુજરાત પોલીસ ભરતી અંગેનું મહત્વનું અપડેટ્સ, આ ઉમેદવારો માટે ખાસ કામના સમાચાર
Career tips: ધોરણ 12 પછી BBA કરો
12મું પૂરું કર્યા પછી બેચલર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA) કોર્સ પણ કારકિર્દી માટે સારો વિકલ્પ છે. પરંતુ બીબીએ કરવાનો ફાયદો તો જ છે જો આ પછી તમે તેની માસ્ટર ડિગ્રી એમબીએ કરો. જો તમે સારી કોલેજમાંથી BBA અને MBA કરો છો, તો તમારા માટે કારકિર્દીના ઘણા વિકલ્પો ખુલે છે. MBA પ્રોફેશનલનું કામ કોઈ પણ કંપનીનું મેનેજમેન્ટ સંભાળવાનું હોય છે. કોઈપણ કંપનીના CEO જેવા ઉચ્ચ હોદ્દા પર MBA વ્યાવસાયિકો છે. પરંતુ MBA કોર્સ મોંઘો કોર્સ છે.
ધોરણ 12 પછી B.Com કરો
કોમર્સમાંથી 12મું પાસ કર્યા પછી તમે B.Com કરી શકો છો. B.Com કરવાથી એકાઉન્ટ્સ અને બિઝનેસ મેનેજમેન્ટ જેવા વિષયોની તમારી સમજ વધે છે. અને આ 3 વર્ષના કોર્સમાં તમને ઘણું શીખવા મળશે. પરંતુ તે જ સમયે, તમારે તમારી કુશળતા વધારવા માટે B.Com પછી વધારાના અભ્યાસક્રમો કરવાની જરૂર છે.
ધોરણ 12 પછી BMS કરો
બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (BMS) એ 3 વર્ષનો કોર્સ છે. અને આ કોર્સ કર્યા પછી કોમર્સના વિદ્યાર્થીઓ ઘણી સારી કંપનીઓમાં નોકરી માટે અરજી કરી શકે છે. જોબ માટે આ ખૂબ જ સારો કોર્સ છે અને આ પછી ઘણી સારી કંપનીઓ તમને જોબ ઓફર કરે છે.